Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

અમરેલી જિલ્લામાં ૧૯ સ્‍થળોએ દેશી દારૂના દરોડા બે મહિલા સહિત ૧૩ ઝડપાયા

જિલ્લામાં જુદા-જુદા ૯ સ્‍થળોએ ત્રણ વાહન ચાલક સહિત ૯ શખ્‍સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪: અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં અસામાજિક પ્રવળતિઓ ઉપર કડક પગલા ભરવા તેમજ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રીના જાહેરનામા- અમલ કરવા પોલીસ દ્વારા જિલ્લાભરમાં કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા ૧૯ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી મહિલાઓ સહિત ૧૩ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, જાફરાબાદ, ખાંભા, બાબરા, બગસરા, દામનગર, ધારી, અમરેલ અમરેલી રૂરલ, જાફરાબાદ મરીન, વંડા, રાજુલા, મરીન પીપાવાવ, સાવરકુંડલા રૂરલ, લાઠી અને સાવરકુંડલા શહેર પોલીસદ્વારા કાર્યવાહી હાથ ધરવામ આવી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા નવ સ્‍થળોએ પોલીસે ત્રણ વાહનચાલકો સહિત ૯ શખ્‍સોને જાહેરમાં નશો કરેલ હાલતમાં નિકળતા ઝડપી લ. જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં અમરેલી, રાજુલા, ડુંગર, બાબરા, દામનગર અને ધારી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ શખ્‍સોને હદ પાર કરાયા

ભાવનગર રેન્‍જ આઈજી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચુંટણીમાં કાય અને વ્‍યવસ્‍થા જાળવવા માથાભારે વ્‍યકિતઓ તથા અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ હોય તેવા શખ્‍સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાય પગલા લેવા સુચના આપતા અમરેલી સીટી પી.આઈ. ડી.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સબડિવિઝન મેજીસ્‍ટ્રેટ તથા અમરેલી સીટી પોલિસ શહેર વિસ્‍તારના અવાર નવાર પ્રોહીનો ગુનો આચરતા ધર્મેશ ઉર્ફે, ભુરો જયંતિભાઈ બુધેલીયા, દિપક હસમુખભાઈ શાહ, રફીક વલીભાઈ માંડલીય સીટી પી.આઈ.ડી.કે. વાઘેલા, એ.એસ.આઈ. જાકીરભાઈ ટાંક,પ્રકાશભાઈ ચૌહાણ, પો.કોન્‍સ. સંજયભાઈ પાટડીયા દ્વારા એમ.જે. નાકીયા, જી.એ.એ સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા અમરેલી જીલ્લામાંથી એકવર્ષની મુદત માટે હદપારીનો હુકમ કરતા ત્રણેય શખ્‍સોને અમરેલી જીલ્લામાંથી હદપાર કરવા આવેલ છે.

(1:52 pm IST)