Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

બોટાદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ : પતિ બાદ પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બોટાદમાં કુલ ક્ષણો આંકડો 13 થયો : સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતા

બોટાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવવાનો સિલસિલો ચાલુ ત્રીજા દિવસે પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યાછે કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી પહેલા પતિ બાદ તેમના 40 વર્ષીય પત્નીનો કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા આજે 40 વર્ષીય મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવતા બોટાદનો કોરોના પોઝિટિવ આંકડો 13 સુધી પહોંચી ગયો છે.જેમાંથી એક વૃદ્ધનું મૃત્યુ પહેલા જ કેસમાં થયેલું હતું હાલ 12 લોકો સાળંગપુર કોવિડ 19 હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે સતત ત્રીજા દિવસે પોઝિટિવના કેસ આવતા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ચિંતા વધી રહી છે

(10:08 pm IST)