Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કચ્છમાં લોકડાઉન વચ્ચે તમાકુ ખાવા બાબતે યુવકની ક્રૂર હત્યા

કોરોના સંકટ વચ્ચે હત્યાનો મામલો સપાટીએ : સામાન્ય તકરારમાં ૨૨ વર્ષીય યુવક ઉપર કરાયેલ હુમલો

અમદાવાદ,તા.૨૪ : લોકડાઉન વચ્ચે કચ્છ જિલ્લાના આદિપુરના ત્રણવાળી વિસ્તારમાં મિરાજ તમાકુ ખાવાની એક સામાન્ય તકરારમાં ૨૨ વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. છે. તમાકુ ખાવા બાબતે થયેલા ઝઘડામાં એક પરિવારે પોતાના ૨૨ વર્ષના જુવાન દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ મૃતક યુવકના પિતા પાસે તમાકુ હોવાનું એક યુવકને જણાવ્યું હતું. વાતને લઈને આરોપી અને મૃતક યુવક વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આખીય તકરાર હત્યામાં પરિણમી હતી. મામલે પોલીસે જણાવ્યું હતું કે, કચ્છના આદિપુરના બાજીગર મહોલ્લા ખાતે નટ-બજાણીયા કોમના લોકો રહે છે. સવારે આરોપી અને મૃતક યુવકના પિતા સહિતના લોકો ત્યાં બેઠા હતા.

       આ દરમિયાને એક વ્યક્તિએ આરોપી જવાહર હીરા બાજીગર પાસે તમાકુની માંગણી કરી હતી. સમયે મરણજનાર યુવક સંજય શંકર બાજીગરના પિતા શંકરભાઈ પણ ત્યાં બેઠા હતા. આરોપી પાસે તમાકુ હોવાથી તેણે યુવકને શંકરભાઈ પાસે તમાકુ હશે તેમ જણાવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે સમયે મૃતક યુવક સંજય પણ ત્યાં બેઠો હતો. આરોપીની આવી વાત બાદ તેને એવું લાગ્યું હતું કે, તે મારા પિતાની મશ્કરી રહી રહ્યો છે. જે બાદમાં તેણે આરોપી જવાહરને તેના પિતાની મશ્કરી કરવાની જણાવ્યું હતું. બાબતે બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો.

       જે બાદમાં આરોપી નજીકમાં આવેલા તેના ઘરેથી દોડીને ખંજર જેવું હથિયાર લાવ્યો હતો અને પીડિતના ડાબા પગના સાથળમાં મારી દીધું હતું. ઘા યુવક માટે જીવલેણ સાબિત થયો હતો. ખંજરના ઘા બાદ વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હતું. જે બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તમાકુ મામલે થયેલા ઝઘડો હત્યામાં પરિણમતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે બાદમાં પોલીસે આરોપીની અટકાયત કરી વધારે કાર્યવાહી રૂ કરી હતી.

(10:00 pm IST)