Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કેશોદમાં બીડી ચોર ત્રિપુટીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચની ટીમ

કેશોદ-જુનાગઢ,તા.૨૪ : કેશોદના મોવાણા દરવાજા વિસ્તારના ગોડાઉનમાંથી રૂપિયા પોણાબે લાખથી વધુની બીડી ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે ગોડાઉન આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીના સગડ મેળવી બીડી ચોર ત્રિપુટીને ગણત્રીના દિવસોમા ઝડપી પાડેલછે.

 કેશોદના મોવાણા દરવાજા વિસ્તારમાં આવેલા એક બંધ ગોડાઉનમાં ગત તા.૧૭ના ૧,૭૭,૨૦૦ની રાજકમલ બીડીના ૧૪ કાર્ટુનની ચોરી ગયાની ગોડાઉન માલિકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગોડાઉન માલિકની ફરિયાદને પગલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમાં પોલિસ પેટ્રોલિંગ દરમ્યાન ક્રાઈમબ્રાંચના પો.હે.કોન્સ્ટેબલ એચ.આઈ. સુમરા, વી.કે.ચાવડા,પો.કોન્સ્ટેબલ સાહિલભાઈ સમા અને કરસનભાઈ કરમટાને ખાનગી રાહે  બાતમી મળેલ કે ઉપરોકત ગુન્હો આચરનાર આરોપીઓ ૧. અરબાજ ઇસ્માઇલ અમરેલીયા (ઉ.વ.૨૧)  ૨ .મોઇન મુસા મહિડા(ઉ.વ.૧૯) ૩.ફૈયાઝ ઉર્ફ ભયલુ ઈમરાન બેલીમ પઠાણ (ઉ.વ.૨૨) તમામ રહે. મોવાણા દરવાજા, કેશોદવાળા મોવાણા દરવાજા સ્મશાન પાછળ, ઉતાવળીયા નદીના કાંઠે બાવળના કાંટામા ચોરી કરેલ બીડીનો જથ્થો છુપાવીને વેચાણ કરતા હોવાની માહિતીના આધારે સ્થળ પરથી ત્રણે ઈસમો મુદામાલ સાથે મળી આવતા CRPC ૪૧ (૧) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી  રાજકમલ બીડી બંડલનં.૫૬૬ કિંમત  ૧,૧૩,૨૦૦ તથા રોકડ ઈં ૬૪૦૦૦ સહિત કુલ ,૭૭,૨૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી કેશોદ પોલિસને હવાલે કરેલ હતા. આરોપી અરબાજ ઈસ્માઈલ અમરેલિયા સામે એસ્ટ્રોસીટી એકટ હેઠળ કેશોદ પોલીસ સ્ટશનમાં અગાઉ ગુનો નોંધાઈ ચુકેલછે. વધુ તપાસ PSI બાલસ ચલાવી રહયાછે.

(1:03 pm IST)