Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જૂનાગઢના ત્રણ, માળીયાના બે, કેશોદના એક દર્દીના સેમ્પલનો રીપોર્ટ પેન્ડીંગ

કુલ ૩૪૭ રીપોર્ટ નેગેટીવ આવ્યા

જૂનાગઢ, તા. ૨૪ :. જૂનાગઢના ત્રણ, માળીયાહાટીના બે અને કેશોદના એક દર્દીના કોરોના સેમ્પલનો રીપોર્ટ પેન્ડીંગ છે.

ગઈકાલ સાંજના ૬ કલાકથી આજે સવારના ૧૦ કલાક સુધીમાં ૬ દર્દીના સેમ્પલના રીપોર્ટ આવવાના બાકી હોવાનું જણાવાયુ છે.

આજ સુધીમાં જૂનાગઢ જિલ્લાના કુલ ૩૪૭ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ સીટીના ૧૫૪ સેમ્પલનો સમાવેશ થાય છે.

જ્યારે જૂનાગઢ ગ્રામ્ય-૧૩, વંથલી-૧૩, ભેસાણ-૧૮, વિસાવદર-૧૯, માણાવદર-૧૪, માળીયા-૩૫, મેંદરડા-૧૩, માંગરોળ ૩૮ અને કેશોદના ૩૦ દર્દીના સેમ્પલ નેગેટીવ રહ્યા છે. જો કે હજુ સેમ્પલ લેવાની કામગીરી યથાવત છે.

(1:03 pm IST)