Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સોમવારથી ધાણા જીરૂની હરાજીનો પ્રારંભ કરાશે

સી.સી.આઇ.દ્વારા તેના નકકી કરેલા કેન્દ્ર પર કપાસનું રજીસ્ટ્રેશન કરી ખરીદી શરૂ કરાશે

અમરેલી તા. ર૪ : અમરેલી માર્કેટયાર્ડ દ્વારા જણાવેલ છે કે, હાલનાંકોરોનાં મહામારીનાં સમયમાં દેશમાં લોકડાઉન હોય ખેડુતોને પોતાના ખેત ઉત્પન્ન વેચાણ માટે પડતી તકલીફને ધ્યાને લઇ નામ.કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ખેડુતોના ખેત ઉત્પન્નનું ખરીદ-વેચાણ થઇ શકે અને ખેડુતોની મુશ્કેલીઓ દુર થાય તે માટે આપેલ સુચના મુજબ સી.સી.આઇ.દ્વારા તેના નકકી કરેલા કેન્દ્ર (૧) સર્જન કોટેક્ષ, કેરીયા રોડ, અમરેલી અને (ર) દેસાઇ કોટેક્ષ, ચિત્તલ (અમરેલી) પર કપાસનું રજીસ્ટ્રેશન કરી કપાસની ખરીદી નકકી કરેલ  ધારાધોરણો મુજબ કરવામાં આવશે.

ખેડુતોએ પોતાનો કપાસ વેચવા માટે પ્રથમ સી.સી.આઇ.નાં મોબાઇલ નંબર ૯૬૬૪૬ ૯૧૯૮૩ પર રજીસ્ટ્રેશન કરાવવાનૂં રહેશે. જેમાં સી.સી.આઇ.ના ધારાધોરણ અને શરતો મુજબ કપાસ વીઘા દિઠ ૧પ મણ અને વધુમાં વધુ ર૦૦ મણ સુધી ખરીદ કરવામાં આવશે અને કપાસનો ભાવ ગુણવત્તા મુજબ ર૦ કિલોનાં (એક મણના) રૂ.૧૦પ૬ થી રૂ. ૧૧૦૦ સુધીનો રહેશે.

ખેડુતોએ પોતાનો કપાસ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે સવારે ૯ થી બપોરનાં ર વાગ્યા સુધી આપેલ મોબાઇલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સી.સી.આઇ.દ્વારા કપાસની ખરીદી દર બુધવારથી શનિવાર સુધી સાવરનાં ૯ થી ર વાગ્યા સુધી કરવામાં આવશે.

વધુમાં માર્કેટયાર્ડ અમરેલી દ્વારા જણાવેલ છે કે, મસાલા પાક જેવા કે, ધાણા અને જીરૂની હરરાજીની કામગીરી આગામી તા.ર૭ થી માર્કેટયાર્ડ અમરેલી ખાતે શરૂ કરવામાં આવશે. અને તેના માટે સંસ્થાના ફોન નં. (૦ર૭૯ર) ર૯પપપપ પર ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે.(

(1:01 pm IST)