Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દ્વારકામાં સગીરાએ પ્રેમ સંબધ ન રાખતા ધરાર પ્રેમીએ ફેસબુકમાં બિભત્સ ફોટા મુકી વાયરલ કર્યા

યુવાને ફેસબુક આઇડી બનાવી બિભત્સ કોમેન્ટ કરી શખ્સ વિરૂધ્ધ પોકસો ગુનો નોંધાયો

ખંભાળીયા,તા. ૨૪ : દ્વારકામા૧૬ વર્ષિય સગીરાએ પ્રેમ સબંધ રાખવાની ના પડતાં ધરાર પ્રેમીએ સગીરાના બિભત્સ ફોટા ફેસબુક ઉપર  ફેક આઈડી બનાવી અભદ્ર ભાષા સાથે કોમેન્ટ કરી વાયરલ કરતાં શખસ વિરૂધ્ધ પોલીસ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંઘ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત મૂજબ દ્વારકામાં રહેતાં મુસ્લિમ પરિવારની ૧૭ વર્ષ અને ૪ માસની સગીરાને આજથી છ સાત મહિના પહેલાં ટીવી સ્ટેશન પાસે શંકરાચાર્ય ગ્રાઉન્ડની બાજુમાં રહેતો અને કડીયા કામ કરતો કાનાભા બાબુભા માણેક(ઉ.વ. ૨૨)નો  હિન્દુ વાઘેરે યુવાન સગીરા પોતાના ઘરે એકલી હોય તેનો લાભ ઉઠાવી ઘરમાં ઘુસી કીસ કરી જાતીય સતામણી કરી પ્રેમ સબંધ રાખવા માટેની વાત કરતાં સગીરાએ પ્રેમ સબંધ રાખવાની ના પાડી દેતાં શખ્સે તેનો ખાર રાખી ફેસબુક પર ખાન કા સન હું નામનું ખોટું આઈડી બનાવી સગીરાના બિભત્સ ફોટા મુકી તેના પર અભદ્ર ભાષામાં કોમેન્ટ કરી હતી.

આ અંગે સગીરાના પરિવારજનોને જાણ થતા ગત તા.ર૩ના રોજ સગીરાએ ખુદ પોતે કાનાભા બાબુભા માણેક વિરૂધ્ધ દ્રારકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે શખ્સ વિરૂધ્ધ આઈપીસી ૩૫૪(એ) ડી, તથા ૫૦૦ પોકસો એ કટ સહિતની કલમ હેઠળ ગુનો નોધી શખસની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઈ વી. વી.વાગડીયા ચલાવી રહયાં છે.

(1:00 pm IST)