Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મુળીના જસાપરના કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ખળભળાટ

મુળીના જશાપર ગામે આવેલ કર્મચારીની પત્ની સહિત તેમના સંપર્કમાં આવેલ તમામને હોમ કોરોન્ટાઇન કરાયાઃ કર્મચારીના પત્નીને આઇસોલેશનમાં રખાયા

વઢવાણ,તા.૨૪: કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોના વાયરસ જીવલેણ હોવા છતા પોતાનો જીવ જોખમમા મુકી રાત દિન ફરજબજા વતા સરકારી તંત્રના કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણ મા આવી જતા હોય છે અમદાવાદ ખાતે લોકરક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેમના સંપર્કમા આવેલ પત્ની અને તેમના સંપર્કમા આવેલ તમામને હોમ કોરોનાઇન્ટ કરવામા આવતા જશાપર ગામમા ભય નુ મોજુ ફરી વળ્યુ છે.

અમદાવાદ ખાતે પોલોસમા ફરજ બજાવતા વિપુલભાઇનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેમની પત્ની આશાબેન પણ તેમના સંપર્ક મા આવેલ જેઓ હાલ મૂળી તાલુકાના જશાપર ગામે આવેલ હોવાની જાણ મૂળી મામલતદાર હર્ષ પટેલને થતા સમગ્ર સરકારી તંત્રમા દોડધામ મચી જવા પામી હતી મૂળી મામલતદાર પોલીસતંત્ર અને આરોગ્યની ટીમોએ જશાપર ગામે ધામા નાખી સંપર્ક મા આવેલ તમામ ને હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતીઆશાબેન વિપુલ ભાઇ મેણીયા (ઉ.૨૪) અમદાવાદ થી તા.૨૦.૪.૨૦ના રોજ જશાપર ગામે તેમના પતિ વિપુલભાઇ પોલીસડ્રેસ મા મો.સા ઉપર મુકી ગયેલ હતા તે પહેલા તેઓ વઢવાણ ના બાળા ગામે વિપુલભાઇના ઘરે ૨૫ મિનીટ રોકાયા હતા જશાપરથી અમદાવાદ પરત ફરી રહેલ.

 વિપુલભાઇને મેકશન સર્કલ પાસે બંદો બસ્ત કરતા કર્મચારીઓએ રોકી પુછતાછ પણ કરેલ હોવાની વિગત વિપુલભાઇએ ફોનમા કરેલ હતી વિપુલભાઇ મેણીયા અમદાવાદ શહેરમા માધુપુરા પોલીસ સ્ટેશનમા લોક રક્ષક તરીકે ફરજ બજાવે છે તા.૨૧.૪.૨૦ ના રોજ વિપુલભાઇનુ કોરોના ટેસ્ટ કરાવવા સેમ્પલ લેવાયુ હતુ તા.૨૨.૪.૨૦ ના રોજ તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેમના સંપર્કમા રહેલ તેમની પત્ની આશા બેન અને તેમના સંપર્કમા આવેલ તમામ લોકોની શોધ ખોળ કરી આશાબેનને ટી.બી હોસ્પીટલ ખાતે આયશોલેશન મા મોકલી આપી તેમના સંપર્કમા રહેલા પરિવારજનો સહિત બાકીના તમામ લોકોને આરોગ્ય ની ટીમે સર્ચ કરી હોમ કોરો ન્ટાઇન કરેલ હતા મૂળી પંથક મા હાલ કોરોના વાયરસ થી લોકોમા ભય નો માહોલ સર્જાયો છે.(

(12:59 pm IST)