Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હવે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની એન્ટ્રીઃ થાનગઢના વૃદ્ધ ઝપટે

બોટાદથી પરત આવ્યા બાદ ૬૧ વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણો દેખાતા રીપોર્ટ કરાવાયોઃ પ્રથમ પોઝીટીવ કેસથી ઝાલાવાડમાં દોડધામ

વઢવાણ, તા. ૨૪ :. કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે કોરોનાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પંજો પ્રસરાવ્યો છે. આજે થાનગઢના ૬૧ વર્ષના વૃદ્ધ ઘુઘાભાઈ બાવળીયાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા દોડધામ મચી ગઈ છે.

હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસ નો હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સમગ્ર દેશને માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતને પણ સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે હાલ ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના દર્દી ની અસર ધરાવતું રાજય બની ચૂકયું છે ત્યારે ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ અત્યારઙ્ગ સુધીમાં ૨૫૦૦ને પાર પહોંચી ચુકયા છે..ત્યારે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ને પણ વહીવટીતંત્ર દ્વારા ૧૪૪મી કલમ લગાડીને લોકડાઉન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોનાવાયરસ ના કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાહતના સમાચાર હતા ત્યારે આજે વહેલી સવારે થાનમાં એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે..

થાન માં રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં અનેક વર્ષોથી વસવાટ કરતા દ્યુદ્યા ભાઈ બાવળિયા નામના ૬૧ વર્ષના વૃદ્ઘનો સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં દોડધામ મચી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસો નોંધાવા પામ્યો છે ત્યારે આજ સવારથી જ કલેકટર સહિતની ટીમ આ વૃદ્ઘ ના ઈલાજ માટે તત્પર બની છે.

ત્યારે આ વૃદ્ઘની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોઈએ તો થોડા દિવસ પહેલા બોટાદ ગયા હતા અને તેમને થાન કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં દોડધામ મચી જવા પામી છે અને જિલ્લામાં પ્રથમ કોરોનાવાયરસ નો કેસ નોંધાવા પામ્યો છે ત્યારે જિલ્લામાં પ્રથમ કોરોના નો કેસ નોંધાતા વહીવટીતંત્રને કલેકટરશ્રી દોડધામમાં મુકાયા છે..

ત્યારે હાલમાં સારવારમાં ઘુઘાભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને આ પોઝિટિવ આવતા આ વૃદ્ઘ ના પરિવારના પણ નમૂના લેવામાં આવ્યા છે. અને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે ત્યારે હાલ થાનમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ કેસઙ્ગ કોરોનાવાયરસ નોંધાતા લોકો ને વધુ સાવચેત રહેવા માટે પણ જિલ્લા કલેકટર શ્રી દ્વારા કરવામાં આવી રહી ત્યારે આગામી સમયમાં લોકડાઉન સંપૂર્ણપણે પાલન કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ તો અટકે તે માટેના પગલા પણ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે..

ત્યારે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તેવી પોલીસ ફોર્સ પણ ઉતારવામાં આવશે તેવું પણ કલેકટર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.(

(12:58 pm IST)