Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉન દરમ્યાન પાટડીમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોને પાસામાં ધકેલાયા

વઢવાણ,તા.૨૪ : સંદીપસિંઘ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સીધી સુચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા  દ્રારા સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાય નહી અને સુરેન્દ્રનગર જીલ્લાનો દરેક નાગરીક સ્વસ્થ અને તદુરસ્ત રહે, બહારના જીલ્લાનો કોઇપણ નાગરીક જીલ્લામાં પ્રવેશે નહી તે માટે જીલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટો ઉપર ચેકપોસ્ટ ઉભી કરી, સમગ્ર જીલ્લા વિસ્તારની આમજનતા દ્રારા લોકડાઉન આદેશ તથા મ્હે.સુરેન્દ્રનગર જીલ્લા મેજીસ્ટ્રેટે  જાહેરનામાની અમલવારી કરવા માટેથી સમગ્ર જીલ્લામાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ.

દરમ્યાન પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્ત રહેલ પોલીસ કર્મચારીઓ દ્રારા સામાવાળાઓ (૧) પ્રતાપભાઇ જગાભાઇ વનપરા જાતે. હિન્દુ-ઠાકોર ઉ.વ.૩૮ ધંધો.મજુરી તથા (ર) પુજાભાઇ વિઠાભાઇ મુલારીયા જાતે. હિન્દુ-ઠાકોર ઉ.વ.૫૩ ધધો.મજુરી રહે. બને ધાકડી તા. વિરમગામ જી.અમદાવાદ વાળાઓ પોતાનુ મોટર સાયકલ લઇ નીકળતા પોલીસ કર્મચારી દ્વારા તેઓનુ મો.સા. રોકાવી, બિનજરૂરી બહાર નહી નીકળવાનુ કહેતા, પોલીસના કાયદેસરના હુકમનુ પાલન નહી કરી આરોપીઓએ એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ પોલીસ કર્મચારી સાથે બોલાચાલી, ઝપાઝપી કરી. માથામા લાકડી મારી ઇજા કરેલ હોય મજકુર બંને ઇસમો વિરૂધ્ધ પાટડી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૩૩૨, ૧૮૬, ૧૮૮, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. કરવામા આવેલ સદર ગુન્હા કામે બંને આરોપીઓને ધોરણસર અટક કરી નામ કોર્ટ હવાલે કરવામા આવેલ છે.

ડી.એમ. ઢોલ પો.ઇન્સ. એલ.સી.બી. સુરેન્દ્રનગર નાંઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા પાટડી પો.સ્ટે. ના પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી, હુમલો કરનાર અસામાજીક ઇસમો (૧) પ્રતાપભાઇ જગાભાઇ વનપરા તથા (ર) પુંજાભાઇ વિઠાભાઇ મુલારીયા  બંને ધાકડી તા.વિરમગામ જી.અમદાવાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મ્હે.જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી સુરેન્દ્રનગરનાઓ મારફતે મજકુર બંને ઇસમોના પાસા વોરન્ટ મેળવી, બંને ઇસમોને પાસા ધારામાં અટકાયતમાં લઇ કોવીડ-૧૯ અન્વયેની જરૂરી મેડીકલ તપાસણી કરાવી, સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કરવામાં આવેલ છે.

(12:56 pm IST)