Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ઉપલેટામાં માસ્ક વગર વોકિંગ કરવા નીકળેલા ત્રણ લોકોની પોલીસ દ્વારા અટકાયત

ઉપલેટા, તા.૨૪:કોરોના વાયરસની મહામારીને પગલે ચેપ ન ફેલાય તે હેતુથી માસ્ક પહેરવાની ફરજિયાત પણે સુચના આપવામાં આવેલ છે. પરંતુ દ્યણા ખરા લોકો આવા આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર જેતપુર વિભાગ, જેતપુરના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ ઘ્બ્સ્ત્ઝ્ર – ૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે તેમજ ભારત સરકારશ્રી દ્વારા સંપુર્ણ ભારતમા લોકડાઉન અમલમા હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને ફેલાવતો અટકાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એમ.લગારીયા દ્વારા પો.સ્ટે. વિસ્તારમા નેશનલ હાઇવે રોડ ઉપર બીનજરૂરી રીતે વોકીંગ કરતા તેમજ માસ્ક વગર બહાર નીકળેલા (૧) જયેશભાઈ વીઠલભાઈ વૈસ્નાણીઙ્ગ (૨)પ્રદીપ અરૂણભાઈ રાજાણી (૩)કેતનભાઈ રણછોડભાઈ દલસાણીયા આ ત્રણેય જ વિરૂધ્ધ આઇ.પી.સી કલમ ૧૮૮,૨૬૯ મુજબ ગુન્હાઓ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(11:48 am IST)