Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જામખંભાળિયા આહિર સમાજ દ્વારા જરૂરિયાત મંદોને કીટ

 જામખંભાળિયાઃ જામખંભાળિયા આહીર સમાજ દ્વારા પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત મંદ લોકો માટે કીટનું આયોજન કરાયા બાદ  જામ ખંભાળિયા અને આસપાસના વિસ્તાર માટે વધુ એક હજાર કીટ તૈયાર કરવામાં આવી હતી. આહિર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમજ સાંસદશ્રી પૂનમબેન માડમની પ્રેરણાથી સમાજના અગ્રણીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી  વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની આ કિટ થી જરૂરિયાતમંદ લોકોને રાહત થશે તેમ સાંસદશ્રી એ જણાવ્યું હતું .કિટ વિતરણ કરવામાં આવી તે તસવીર.

(11:47 am IST)