Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ઉપલેટા પોલીસ દ્વારા બાઈક પેટ્રોલિંગ યોજી લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા લોકોને અપીલ

સવાર તથા સાંજના સમયે વોકિંગ પર નીકળનારા લોકો પર કડક કાર્યવાહી થશે

ઉપલેટા,તા.૨૪: હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા બિનજરૂરી આવન જાવન કરવામાં પર સંપૂર્ણ પ્રતિબંધ છે છતાં ઘણા લોકો આ કાયદાનો ઉલ્લંદ્યન કરી બિનજરૂરી આવન જાવન કરી રહ્યા છે અને ખોટા બહાના બનાવી રોડ રસ્તા ઉપર લોકો લટારો લગાવી રહ્યા છે. આવા લટાર બાજો તેમજ ખોટા બહાના બનાવીને રોડ રસ્તા નીકળનારા લોકો પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઉપલેટા શહેરમાં એ.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કોલકી રોડ, બસ સ્ટેન્ડ ચોક, રાજ માર્ગ, સોની બજાર, પંચહાટડી, સ્મશાન રોડ, યાદવ રોડ, પોરબંદર રોડ સહિતના અલગ અલગઙ્ગ વિસ્તારોમાં પોલીસ દ્વારા બાઈક પેટ્રોલિંગ કરીને ગુનાહિત પ્રવૃત્ત્િ। કરતાં લોકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. આ અંગે એ.એસ.પી. સાગર બાગમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપલેટામાં લોક ડાઉન થયું ત્યારથી લઈને આજદિન સુધી ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ગુન્હામાં જાહેરનામા ભંગના ૩૩૪ ગુન્હાઓ, ખોટા બહાના બનાવી બાઈક પર ફરતા ૨૩૨ બાઈક ડિટેઈન, ડ્રોન કેમેરાની ત્રીજી નજરથી ૩૬ ગુન્હાઓ ઉપરાંત વિડીયો દ્વારા લોકો પર નજર રાખી ખોટા બહાના બનાવનાઓ પર ૧૦ ગુન્હાઓ અત્યાર સુધીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકયા છે. આ સાથે હવેથી જે લોકો સવારે તથા સાંજના સમયે વોકિંગ કરવાના બહાના હેઠળ નીકળી રહ્યા છે તેમના વિરૂધ્ધ પણ હવેથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:46 am IST)