Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોનાને પ્રસરતો અટકાવવા માટે જેતપુરમાં શાકભાજી-ફળોનાં ૭૨ ફેરિયાઓનુ મેડિકલ સ્ક્રીનીંગ

જેતપુર શહેર તથા જેતપુર તાલુકો હાલ કોરોના વાયરસના સંક્રમણથી સંપૂર્ણ મુકત રહ્યો છે અને હજુ સુધીમાં એક પણ પોઝિટિવ કેસ આ તાલુકા કે શહેરમાં નોંધાયેલ નથી.

પરંતુ અન્ય શહેરોમાં શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓના કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે તકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના તમામ ફ્રુટ અને શાકભાજી નું લારીમાં વેચાણ કરતા ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ આરોગ્ય વિભાગ તરફથી આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તમામ ફેરીયાઓનું મેડિકલ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ મેડિકલ ચેકઅપ દરમિયાન જેતપુર શહેરમાં એક પણ કોરોના વાઈરસનો શંકાસ્પદ કે અન્ય બીમારીનો કેસ જણાયેલ નથી.

જેતપુરમાં આજે વિવિધ વિસ્તારમાં ફ્રુટ શાકભાજીના ૭૨ ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરાયું તે કામગીરી માં બ્લોક હેલ્થ અધિકારીશ્રી ડો. કુલદિપ સાપરિયાની આરોગ્ય વિભાગની ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્ર પણ જોડાયું હતું ત્યારે આ ફેરિયાઓને શાકભાજી- ફ્રૂટ વેચાણ કરવાના નિર્ધારિત સમય દરમિયાન શું શું કાળજી લેવી અને શાકભાજી ફ્રુટ ખરીદી કરતા ગ્રાહકોને શું શુંઙ્ગ કાળજી રખાવવી તે અંગે પણ આ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાકભાજી હાથમાં નહિ પરંતુ ખરીદનારની ડોલમાં જ આપવું અને શકય હોય તો અમુક વજનના પાર્સલ પેક કરીને કોઈને અડયા વગર જ શાકભાજી- ફ્રૂટ આપવાની પદ્ઘતિ અપનાવવા સમજણ પણ ફેરિયાઓને આપવામાં આવી હતી.

શાકભાજી અને ફળો ની ફેરી કરતા હોય તેવા તમામ ફેરિયાઓને આવરી લેવામાં આવ્યા છે તેમ છતાં કોઈ પણ ફેરિયાઓનુ મેડિકલ ચેકઅપ રહી જવા પામ્યું હોય તો તેઓ એ નવાગઢ અથવા જેતપુર ફૂલવાડી માં કાર્યરત અર્બન હેલ્થ સેન્ટર ખાતે તુરત થર્મલ મેડિકલ સ્ક્રીનીંગ કરવી લેવા પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલ અને મામલતદાર શ્રી વિજય કારીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:46 am IST)