Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ઉપલેટા તાલુકામાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવા કિસાનસભાની માગણી

ઉપલેટા તા. ર૪ : કપાસ પકવતા ખેડૂતોના હાલ બે હાલ થયા છે ખુલ્લા બજારમાં કપાસના ભાવમાં ઘટાડો થતો ગયો છે કપાસના ખુલ્લા બજારમાં રૂ. ૮૦૦ થી ૯૦૦ માંડ માંડ ઉપજે છે આવા સમયે ખેડૂતોને સરકાર દ્વારા ટેકાના ભાવે રૂ. ૧૧૦૦ ની ખરીદી શરૂ થાય એવી માંગ કરી રહ્યા છે. ખુલ્લા બજારમાં કપાસ વેચતા ખેડૂતોને રૂ. ર૦૦ થી ૩૦૦ જેવું મોટુ નુકશાન થાય છે તેવા સમયે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા અંગે લોકડાઉન પહેલા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખરીદી કેન્દ્ર શરૂ નહી થયેલ હતું અને ખેડૂતોના રજીસ્ટ્રશન કરાવવાની તૈયારી પણ થઇ ગયેલ હતી તે ખરીદ કેન્દ્ર લોકડાઉન ને કારણે સરકી ગયેલ છે તેને ચાલુ કરવા અંગે ખેડૂતોમાં ઉગ્ર માંગ ઉભી થઇ છે.

ગુજરાત કિશાનસભા રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ લખમણભાઇ પાનેરા અને મંત્રી દિનેશભાઇ કંટારીયાએ કૃષિમંત્રી આર. સી. ફળદુને પત્રમાં જણાવ્યું છે કે આગામી ખરીફ પાકની તૈયારીરૂપે બિયારણ ખાતર વિગેરે ખરીદ કરવા નાણા ભીડ અનુભવતા ખેડૂતોને માટે સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે તાત્કાલીક કપાસ ખરીદીનું કેન્દ્ર ઉપલેટા તાલુકામાં શરૂ કરવા રજૂઆત કરેલ છે.

(11:45 am IST)