Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ધારાસભ્ય અંબરીષ ડેરે સમગ્ર વિધાનસભા વિસ્તારને સેનીટાઇઝેશન કરવા બીડુ ઝડપ્યુ

રાજુલા તા.ર૪ : સમગ્ર વિશ્વમાં કોરાનાનો કહેર વર્તી રહ્યો છે. ત્યારે રાજુલા વિધાન સભાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ લોકાભિમુખ કાર્ય કરીને લોકોને આ મહામારીમાંથી બચાવવાના પ્રયત્નો હાથ ધરેલ છે. જની પ્રશંસા સમગ્ર વિધાસનભા વિસ્તારમાં થઇ રહી છે.

રાજુલા વિધાનસભામાં ખાંભાના ર૯ ગામો જાફરાબાદના-૪ર ગામો તેમજ રાજુલાના -૭ર ગામો મળીને કુલ૧૪૩ ગામોમાં ધારાસભ્ય અંબરીષભાઇ ડેર તથા એએફએસ અને યુપીએલ આદર્શ ફાર્મ સર્વિસ તથા તેના ઓફીસર હાર્દિકભાઇ ત્રિવેદી તેમજ ઓપરેટર ત્રણ ફાલ્કન મશિનો સાથે તથા ધારાસભ્ય ડેરની ટીમ, જોરૂભાઇ, તખુભાઇ, મહેશભાઇ તથા ભાવેશભાઇ દ્વારા ત્રણ મશીનો (ફલ્કા) સાથે સમગ્ર વિધાનસભાના ૧૪૩ ગામોમાં સેનીટાઇઝેશનની કામગીરી આ બધાજ લોકોના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં ત્રણ ગ્રુપ પાડેલ છે.

જેમાં ૧ ગ્રુપ જાફરાબાદ તાલુકામાં રજુ ગ્રુપ ખાંભા તાલુકાના ગામોમાં તેમજ ૩જુ ગ્રુપ રાજુલા તાલુકામાં ઉપરાંત રાજુલા શહેર અને જાફરાબાદ શહેરમાં સેનીટાઇઝેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છેજેમાં હાલમાં જાફરાબાદ તાલુકામાં પૂર્ણ થઇ ગયેલ છે અને ખાંભા તાલુકામાં પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે આ ઉપરાંત રાજુલા શહેર અને જાફરાબાદ શહેરમાં પણ સેનીટાઇઝેશન સમગ્ર ટીમ દ્વારા ખર્ચ ઉપાડીને કરી દેવામાં આવેલ છે.

ગુજરાતમાં સ્વ.ખર્ચે આપી કામગીરી કરનાર ધારાસભ્ય અંબરીષ ડેર અને તેની ટીમ ધન્યવાદને પાત્ર છે. સમગ્ર રાજુલા-ખાંભા-જાફરાબાદમાં સેનીટાઇઝેશન થતા લોકોએ પણ આ કામગીરીને બિરદાવેલ છે.

ધારાસભ્ય અંબરીષભાઇ ડેર દ્વારા જણાવવામાં આવેલ છે કે આ સેનીટાઇઝેશનની કામગીરી અંગેનો ડીઝલ્સ અને તે અંગે તમામ જરૂરી ખર્ચ રાજુલા યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સ્વચ્છતાની સાથે-સાથે દવાનો છંટકાવ ખૂબજ સારી રીતે થઇ રહ્યો છે જે બધા જ લોકો જાણે છે આ માટે કોંગ્રેસ ટીમ અને કોંગ્રેસ પરિવાર રાજુલા અભિનંદનને પાત્ર છે.

(11:45 am IST)