Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જાહેરનામાને ભંગ કરી તમાકું બીડીના જથ્થાનું વેચાણ કરતા શખ્સ સામે કાર્યવાહીઃ ૩૭,૧૮૦નો મુદામાલ કબ્જે

ગારીયાધાર,તા.૨૪: ગારીયાધાર પોલીસ સ્ટેશનના દ્વારા નોવેલ કોરોના વાયરસ COVID -૧૯ઙ્ગ બાબતે શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ  ભાવનગર જિલ્લા ભાવનગરનાઓએ પ્રસીધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરનાર તમ્બાકુ તથા બીડી નો જથ્થો વેચાાણ કરી જાહેરનામાનો ભંગ કરતા શખ્સ વિરૂધ્ધમા કાર્યવાહી કરી તમાકુ  વિગેરેનો  કુલ ૩૭૧૮૦/- નો મુદામાલ ગારીયાધાર પોલીસ કબ્જે કરેલે

મે.ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા નાઓ દ્વારા નોવેલ કોરોના વાયરસ COVID-૧૯ઙ્ગ બાબતે શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ સા. ભાવનગર જિલ્લા ભાવનગર નાઓએ પ્રસીધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરનારઙ્ગ ઙ્ગઇસમો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.એચ.ચૌધરી તથા પોલીસ સ્ટાફના જવાનો વીગેરેનાઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગારીયાધાર શહેર જે.પી.કોમ્પલેક્ષ પાસે એક ઇસમ યુનુસભાઇ જુસબભાઇ ઘોઘારી રહે. બોરડાવાડી ગારીયાધાર તા.ગારીયાધાર વાળો તમ્બાકુ તથા બીડી નો જથ્થો વેચાણ માટે કાઢી વેચાણ કરતો મળી આવેલ જે જથ્થો કુલ કિ.રૂ. ૩૭૧૮૦/- નો મળી આવતા સદરહુ ઇસમ એ કલેકટર શ્રી ભાવનગર નાઓના જાહેરનામાનો ભંગ કરેલ જે બાબતે ગુન્હો રજી. કરી સદરહુ ઇસમ વિરૂધ્ધમા શ્રી કે.એચ.ચૌધરી પો.સબ.ઇન્સ. ગારીયાધાર પો.સ્ટે., પી.કે.ગામેતી એ.એસ.આઇ., જીતેન્દ્રભાઇ ડાંગર પો.કોન્સ.ઙ્ગ શૈલેષભાઇ ચાવડા પો.કોન્સ.ઙ્ગ,જીતેન્દ્રભાઇ મકવાણા ડ્રા.પો.કોન્સ. વગેરેએ ધોરણસરની કાર્યવાહી કરેલ.

(11:44 am IST)