Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોટી પાનેલીમાં કિરાણા દુકાનદાર વધુ ભાવ લેતા હોવાની ચર્ચા

પોલીસની કડક કાર્યવાહી છતા સોશ્યલ ડિસ્ટન્સીંગનો ખુલ્લેઆમ ભંગ

મોટી પાનેલી,તા.૨૪: કોરોના મહામારીના આ સમયમાં જયારે લોકો એકબીજાનેઙ્ગ મદદરૂપ થતા જોવા મળે છે ઠેકઠેકાણે લોકો ગરીબોને રાશન પૂરું પાડે છે. ત્યારે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના અનાજ કિરાણાના વેપારીઓ દરેક વસ્તુમાં વધુ ભાવ લેતા હોવાની ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે એકબાજુ નાના મધ્યમવર્ગ લોકોના ધંધા બંધ છે. કોઈ આવક નથી સરકારી સહાય લેવામાં પણ શરમ આડે આવતી હોય તેવામાં પાનેલીના અનાજ કિરાણા ના આ વેપારીઓ માનવતા ભૂલી દરેક વસ્તુમાં ભાવ વધુ લેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે જેનેલીધે મધ્યમવર્ગ ને ડબલ માર પડી રહ્યો છે એટલુંજ નહીં અનાજ કિરાણા દુકાનદારો લોકોને પાક્કું બિલ પણ નથી આપતાં સાથેજ એકસપાયરી માલ પણ આ સમય દરમિયાન નિકાલ કરતા હોવાની ચર્ચાએ જોર પકડેલ છે અને કોરોના વાઇરસ નો કોઈ ભય જ ના હોય તેમ પોલીસ ની અવાર નવાર ની કડક સૂચના છતાં સોસીયલ ડિસ્ટન્શીન્ગ ના ધજીયા ઉડાડતા દ્રશ્યો જોવા મળે છે પોલીસ સ્ટાફ દરરોજ આવી કડક સૂચના આપે છે છતાં પોલીસના જતા વેંત જાણે દુકાનદારોને પોલીસનો કોઈ ડર જ ના હોય એમ લોકોના એકઠા થવા પર કોઈ દરકાર નથી સેવતાઙ્ગ આવા મહામારીના સમયમાં પણ આ દુકાનદારોની આવી બેદરકારી પાનેલી ગ્રામજનો માટે મુસીબત સાબિત થઇ શકે છે. દુકાનદારો કોઈ ડર વિનાજ દરેક વસ્તુના ભાવ વધુ લેતા હોય સોશિઅલ ડિસ્ટન્સ નો કોઈ ખ્યાલના રાખતા હોય લોકોના મનમાં જાત જાતના સવાલ ઉઠી રહ્યાઙ્ગ છે.

(11:43 am IST)