Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ૫૩૩ લાખના વિકાસ કામો મંજુર

મોરબી,તા.૨૪:  જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવા માટે મહત્વની બેઠક જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળી હતીઙ્ગ

કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સરકારની ગાઇડલાઇન અનુસાર સામાજિક અંતર જાળવીને યોજાયેલ આ બેઠકમાં મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ આ વર્ષે ૫૩૩ લાખ રૂપિયાના ખર્ચે ૨૦૭ કામો હાથ ધરવામાં આવશે. જેમાં તળાવો ઊંડા કરવા, નહેરોની સાફસફાઇ અને મરામત, ચેકડેમ ડીસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નવા ચેકડેમ બનાવવા, નદીઓને પુનઃજીવીત કરવી, ખેત તલાવડી, વન તળાવ, નદીની સાફસફાઇ, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સાફસફાઇ સહિતના કુલે ૨૦૭ કામો હાથ ધરવાનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

ઙ્ગઆ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલે જળસંચયના કામો તાત્કાલિક શરૂ કરીને સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવા પર ભાર મૂકયો હતો.ઙ્ગઆ બેઠકમાંઙ્ગનિવાસી અધિક કલેકટર કેતન જોષી,ઙ્ગજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી.જાડેજા,મોરબી પ્રાંત અધિકારી એસ. જે. ખાચર,વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા,જિલ્લાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સિંચાઇ,ઙ્ગપાણી પુરવઠા વિભાગના અધિકારીઓઙ્ગ ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)