Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ધોરાજીના મુસ્લીમ લોકો રમઝાન માસની નમાજ ઘરે જ પઢવા સંમત

પોલીસ અધિકારીઓ અને મૌલવી સાથેની બેઠકમાં લેવાયેલ નિર્ણય

ધોરાજી,તા.૨૪: સમસ્ત મુસ્લીમસમાજ ધોરાજીને ધોરાજી મુસ્લીમ સમાજ ના આલીમૈ દિન ત્થા આઞેવાનો દ્દારા ગોજારિશ કરવામા આવે છે કે હાલના કોરોના વાયરસના કારણે લોક ડાઉન અને કફ્ર્ય અમલમા છે. તે અનુસંધાને આવનાર રમજાન મુબારક માસ હોવા થી તા. ૨૩/૪/૨૦૨૦ ના રોજ બહારપુરા મા અનવરશાહ બાપુ ના જૈનબ હોલ મા રાજકોટ રેન્જ ના એસપી. મીરા ધોરાજી એસડીએમ ડીવાયએસપી  રાવલ વશાવા તથા ધોરાજીના પોલીસ ઈનસ્પેકટર જોશીની હાજરીમા એક મીટીંગનુ આયોજન કરવામા આવેલ હતુ.

જેમા લોકડાઉન નુ સંપુર્ણ પણે પાલન કરવુ અને દિવસે કે રાત્રે નમાઝમા મસ્જીદમા ન જવુ ઘરે નમાઝ અદા કરવી સવારના ટાઈમે ખરીદી કરી લેવી પછી ખોટી રીતે બહાર ના નીકળવુ તંત્ર ને પોલીસ ને સહકાર આપો. અને પોરા રમઝાન માસમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવા પર એસપીએ ભાર મુકેલ.

આ તકે અલવીએ પણ પેયગંમબર સાહેબના જીવન પરથી સીખ આપેલ. મુસ્લીમ સમાજના અગણી હાજી ઈબાહીમભાઈ ખુરેશી એ રમઝાન માસમા ધોરાજીનીઙ્ગ તમામ મસ્જીદોના ઈમામ સાહેબને નમાઝ માટે ના પાસ કાઠી આપવા રજુઆત કરેલ.આ તકે મીટીગમા મદ્દસે મિસ્કીનયાહના પ્રિન્સીપાલ મોલાના અલ્લવી સાહેબ જુમા મસ્જીદના ખતિબ ઊવૈશ યાર અલ્વિ.મુ્સ્લીમ સમાજના અગ્રણી હાજી ઈબાહીમભાઈ ખૂરેશી.અનવર શાહ બાપુ રફાઈ મુસ્લીમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા.અને તમામે રમજાન માસમા લોક ડાઉન નુ ચુસ્ત પણે પાલન કરવાની ખાત્રી આપે હતી.

(11:40 am IST)