Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ટંકારા પોલીસ સ્ટેશનમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સેવા આપતા નિવૃત કર્મચારી આચાર્ય

ટંકારા,તા.૨૪: ટંકારા પોલીસ સ્ટેશનમાં કોરોનાવાયરસ ની વૈશ્વિક મારી વચ્ચે સેવા આપતા નિવૃત શ્રી શશીકાંતભાઈ આચાર્ય ટંકારા પોલીસ સ્ટેશનમાં એટલે હેડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ શ્રી શશીકાંતભાઈ આચાર્ય વૈશ્વિક કોરોનાની મહામારીઙ્ગ વચ્ચે પણ ટંકારા પોલીસ સ્ટેશનમાં સેવા આપી રહેલ છે .

ટંકારા પોલીસ સ્ટેશનમાંથી ફરજ પર નિવૃત્ત્। થયાને શશીકાંતભાઈ આચાર્ય ને ત્રીજું વર્ષ ચાલે છે .પરંતુ તેઓ વય મર્યાદાના કારણે પે રોલ ઉપર થી નિવૃત થયેલ છે .પરંતુ ટંકારા પોલીસ સ્ટેશનથી નિવૃત થયેલ નથી. નિવૃત્ત્િ। પછી પણ ટંકારા પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ રાખેલ છે એટલું જ નહીં સ્ટાફના લોકો ને પોલીસ ની વહીવટી તથા આર્થિક વહીવટ ની કામગીરી કઇ રીતે કરવી તે શીખવે છે .સ્ટાફના લોકોને સમયસર પગાર મળે તેની ખેવના રાખે છે .તેટલું જ નહીં સ્ટાફ પરિવારને મદદરુપ બને છે .

શશીકાંતભાઈ આચાર્ય તેમના હસમુખા સ્વભાવ તથા તેમના કાર્યોથી સ્ટાફસ્ટાફમાં જ નહીં પરંતુ ટંકારા તાલુકામાં પણ લોકપ્રિય છે. ટંકારા ના પી એસ આઈ એલ બગડા એ જણાવ્યું કે શશીકાંતભાઈ આચાર્ય અમારા વડીલ છે ,કુટુંબના વડીલ તરીકે અમારું ધ્યાન રાખે છે .કાયમ તેમનું માર્ગદર્શન તથા સેવા મેળવી છીએ .અમારું પોલીસ સ્ટેશન, પોલીસ પરિવાર છે .નિવૃત્ત્િ।ના ત્રીજા વર્ષે પણ તેઓ સેવા આપી રહ્યા છે તે અભિનંદનીય તથા બીજા માટે પ્રેરણાદાયી છે.

 આચાર્યએ જણાવેલ કે સરકારે નિવૃત્ત્િ। સુધી પગાર આપી મારા કુટુંબનું ભરણપોષણ કરેલ છે, તેમનું ઋણ છે .પરમાત્માએ ૬૧ વર્ષની ઉંમરે કામ કરવાની શકિત આપેલ છે તેના થકી હું મારી ફરજ સમજી કાર્ય કરી રહેલ છું.

(11:40 am IST)