Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોરબી જીલ્લામાં આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા માસ્ક બનાવીને વિતરણ

મોરબી : કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે માસ્કનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લાની આંગણવાડીના મહિલા કાર્યકરોએ માસ્ક બનાવીને દેશસેવાનું ભગીરથ કાર્ય ઉપાડયું છે. જેમાં મોરબી ઘટક-ર ના ધુટુ સેજાના નીચી માંડલનાં હર્ષાબેન નરશીભાઇ વસીયાણી, ભરતનગર સેજાના અમરનગરનાં પરેચા આશાબેન રમેશભાઇ, ટંકારા તાલુકાના નેસડા (સુ.)ના કોમલબેન મોહનભાઇ વોરાએ માસ્ક બનાવીને વિતરણ કર્યુ હતું.

(11:38 am IST)