Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જામકંડોરણાના દુધીવદરના યુવાનને ટ્રકે ઠોકર મારતા ઘટના સ્થળે કરૂણ મોત

ધોરાજી તા. ર૪: ધોરાજી જામકંડોરણાના દુધીવદર ગામના જગદીશભાઇ વલ્લભભાઇ વાડોદરીયા ઉ.વ. રપ વાળો પોતાનું બાઇક લઇ ખેતીની મજુરીએ જતો હતો તે અરસામાં કાળ બની આવેલ ટ્રકે જોરદાર ઠોકર મારતા જગદીશભાઇનું ઘટના સ્થળે કરૂણ મોત થયેલ. આ બનાવની જાણ થતા ગામના અગ્રણી દોડી આવેલ મરણ જનાર લોકડાઉન હોવાથી ખેત મજુરી જતો હતો અને ર ભાઇઓમાં પોતે નાનો અને તેના પિતા ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા આ અંગે મરણ જનારના ભાઇ હરસુખભાઇ વલ્લભભાઇ એ જામકંડોરણા પોલીસમાં આઇપીએસ કલમ ર૭૯/૩૩૮ ૩૦૪/અ ૧૧૭/૧૧૪ ૧૩૪ મુજબ ફરીયાદ કરતા પોલીસે ફરીયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઇવરને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવની તપાસ પીએસઆઇ જે. યુ. ગોહીલ ચલાવી રહેલ છે.

(11:38 am IST)