Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પોરબંદર જિલ્લામાં બીપીએલ તથા એનએફએસએ રેશનકાર્ડ ધારકોને કાલથી અનાજ વિતરણ

રેશનકાર્ડ છેલ્લો અંક ૧ અને ૨ હોય તેઓને કાલે તેમજ છેલ્લો અંક ૩ અથવા ૪ હોય તેમને સોમવારે રાશન મળશે

પોરબંદર,તા.૨૪: રાજય સરકારશ્રીની સુચના મુજબ તથા પોરબંદર કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા પોરબંદર જિલ્લાના ૭૮૩૪૯ તમામએનએફએસએ નોન-એનએફએસએ બીપીએલ કાર્ડધારકોને  કાલે તા.૨૫ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી વાજબી ભાવની દુકાનેથી વ્યકિતદિઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં, ૧.૫ કિ.ગ્રા. ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

તમામ એનએફએસએ તથા નોન-એનએફએસએ બીપીએલ કાર્ડધારકોને તેમના રાશન કાર્ડનો છેલ્લા અંક નંબર પ્રમાણે તારીખ મુજબ આવા તમામ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાશે. જેમાં રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ અથવા ૨ હોય તેઓને તા.૨૫ એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક ૩ અથવા ૪ હોય તેઓને તા.૨૬ એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક ૫ અથવા ૬ હોય તેઓને તા.૨૭ એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક ૭ અથવા ૮ હોય તેઓને તા.૨૮ એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક ૯ અથવા ૦ હોય તેઓને તા.૨૯ એેપ્રિલે પોતાનુ રાશન લેવા જવાનુ રહેશે.

રાશન લેવા માટે કાર્ડધારકોએ કાર્ડ દીઠ એક વ્યકિતએ રાશનની દુકાને રાશનકાર્ડ તથા આધારકાર્ડ ઓરીજનલ સાથે લઇ જવા. રાશન લેતી વખતે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, તથા સહિ કરવા દરેક કાર્ડ ધારકે બોલપેન સાથે લઇ જવા જણાવાયું છે.

(11:37 am IST)