Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

બરડા ડુંગરની ગંડીયાવાળા નેશમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડોઃ ૧૯૫ લીટર દારૂ ઝડપાયો

બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડનાર એલસીબી સ્ટારની તસવીર

પોરબંદર,તા.૨૪: પોરબંદર એલસીબી પોલીસે બરડા ડુંગરની ગાંડીયાવાળાનેશમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડીને ૧૯૫ લીટર દેશી દારૂ સાથે ભદા બાવાભાઇ રબારીને પકડી પાડેલ હતો.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવારતથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલની સીધી સુચના અન્વયે એલસીબી પીઆઇ શ્રી એમ.એન.દવે નાઓના માર્ગદર્શન હેઠળએલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસમા એલ.સી.બી. સ્ટાફ સાથે રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. ગોવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ. દિલીપભાઇ મોઢવાડીયાને મળેલ ચોકકસ હકિકત આધારે બરડાડુંગર ઉપલા ગંડીયાવાળા નેશથી પુર્વે બાજુ નાથાભાઇ પઢીયારના ખેતરથી એક કી.મી. દુર વોકરામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળીઙ્ગ આવતા ભઠ્ઠી ચલાવનાર ભદા બાવાભાઇ રબારી વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.ઙ્ગઙ્ગ

દેશી દારૂની ભઠ્ઠીમાં દેશી પીવાના દારૂ ભરેલ આશરે ૬૫૬૫ લીટરનાં કેરબા નંગ-૦૩ દારૂ લીટર-૧૯૫ કિ.રૂ. ૩૯૦૦/- તથા દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર- ૧૨૦૦ કિ.રૂ. ૨,૪૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૩,૪૪૦/-નો મુદામાલ મળી આવેલ છે.

દારૂ દરોડાની કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. પીઆઇ શ્રી એમ.એન.દવે, પીએસઆઇ એચ.એન.ચુડાસમા, જમાદાર રમેશભાઇ જાદવ, રામભાઇ ડાકી,હેડ કોન્સ્ટેબલ બટુકભાઇ વિંઝુડા, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિહ દયાતર, મહેશભાઇ શિયાળ, કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, સલીમભાઇ પઠાણ, સુરેશભાઇ નકુમ વિગેરે રોકાયેલ હતા.

(11:36 am IST)