Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વિવિધ સરકારી રાહત માટે દસ્તાવેજો રજૂ કરવા કચ્છના મુસ્લિમ અગ્રણીની અપીલ

એનપીઆર માટે દસ્તાવેજો લેવાતાં હોવાની ભ્રમક અફવાઓથી દૂર રહેવા કચ્છ કોંગ્રેસના નેતાએ સામાજિક અગ્રણી તરીકે પ્રવર્તતી ગેરસમજ દૂર કરવા કરી અપીલ

ભુજ,તા.૨૪:  અત્યારે કોરોનાની મહામારી વચ્ચેઙ્ગ સરકાર દ્વારા રાશન માટે અનાજની સહાય ઉપરાંત રૂ. ૧૦૦૦ ની રોકડ સહાય જાહેર કરાઈ છે. આ સહાય માટે કે અન્ય સરકારી કામ માટે જે કચેરીઓ દ્વારા જરૂરી આધારપુરાવાઓઙ્ગ માટેના દસ્તાવેજી પુરાવાઓ રાશનકાર્ડ, આધારકાર્ડ અને બેંક ખાતાઓનીની માહિતી માંગવામા આવી રહેલ છે. તો એ માહિતી સૌનેઙ્ગ આપવા માટે હાજી જુમા રાયમા દ્વારા જાહેર અપીલ કરીને જણાવાયું છે.

કચ્છ કોંગ્રેસના નેતા અને મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ આ અંગે જણાવ્યું છે કે, સરકારી સહાય યોજનાઓ માટે અપાતી માહિતીને એનપીઆરની પ્રક્રિયા સાથે સબંધ નથી. જેથી, કોઈ પણ વ્યકિત ખોટી શંકા કુશંકાઓ કે ખોટી અફવામા આવ્યા વગર જે જરૂરી કાગળ મામલતદાર તરફથી નિયુકત થયેલ સરકારી કર્મચારીને કે સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનવાળાનેઙ્ગ આપવામા કોઈ વાંધો નથી. પોતાને આ અંગે બે દિવસ થી કચ્છના દ્યણા વિસ્તાર માથી ફોન આવી રહ્યા હોવાનું જણાવતા જુમા રાયમાએ તમામ સ્થાનિક આગેવાનોને આ બાબતની સાચી માહીતી લોકોને આપવા માટે વિનંતી પણ કરી છે.

(11:36 am IST)