Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ઓખા-સુરજકરાડીમાં મામલતદાર SDMના હસ્તે કિટ વિતરણઃ

ઓખાઃ હાલ પુરા વિશ્વ ઉપર તોળાતા કોરોના વાઇરસ નામ ના ખતરા ને પહોંચી વળવા લોકડાઉન ચાલી રહ્યું હોય ત્યારે ઘણા એવા પરિવારો છે કે જેઓ પોતાની રોજબરોજ ની જરૂરિયાતો પણ પૂરી ના કરી શકતા હોય ત્યારે ઓખા નગરપાલિકા ના ચીફ ઓફીસર દ્વારા આવા લોકો ની એક યાદી તૈયાર કરવામાં આવી હતી.. આવા લોકો ને મીઠાપુર સ્થિત ટી સી એસ આર ડી દ્વારા કીટો બનાવી દેવાઈ હતી અને આ કીટો દ્વારકા ના મામલતદાર સાહેબ શ્રી વી.એચ.બારહત, ડેપ્યુટી મામલતદાર સાહેબ શ્રી ઝાલા,એસ ડી એમ સાહેબ શ્રી એન.ડી.ભેટારિયા ના હસ્તે સુરજકરાડી માં આવેલી ઓખા નગરપાલિકા ના પેટા કચેરી માં કીટો અર્પણ કરવામાં આવેલી હતી. આ તકે ઓખા નગરપાલિકા ના પ્રમુખ શ્રી ચેતનભા માણેક, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ માવાની,ઓખા નગરપાલીકાના સભ્યો તથા ટી સી એસ આર ડી ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૨૮૦ જેટલા લાભાર્થીઓને આ કીટો અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત હજુ પણ કોઈ લાભાર્થી વંચિત રહી ગયા હોય તો તેઓને પણ આ કીટો આપવામાં આવશે એમ મામલતદાર સાહેબ શ્રી એ જણાવ્યું હતું. આ ઉમદા કાર્ય ને સૌ લોકો એ વધાવી લીધું હતું.(તસ્વીરઃદિવ્યેશ જટણીયા મીઠાપુર.)

(11:34 am IST)