Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કેશોદની બે શખ્સોએ હાઇવે ઉપર ગોંડલ પોલીસને દોડાવી

ફિલ્મી દ્રશ્યો બાદ જયદેવસિંહ ચુડાસમા અને અજય રાઠોડની ધરપકડ

ગોંડલ,તા.૨૪: કેશોદના બે શખ્સો દ્વારા નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે બ્રેઝા કાર દોડાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ગોંડલ પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી નેશનલ હાઈવે પર આંતરિ બંનેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ રહેતા અને અનેકવાર પોલીસ ચોપડે ચડેલા જયદેવસિંહ અનુભા ચુડાસમા તેમજ અજય છગનભાઈ રાઠોડ નંબર પ્લેટ વગરની બ્રેઝા કાર લઇ પુરપાટ ઝડપે નેશનલ હાઈવે પર પસાર થઈ રહ્યા હોય જેતપુર પોલીસ નાકા પર પણ રોકાયા ન હતા બાદમાં ગોમટા ચોકડી પાસે પણ પોલીસને દાદ આપી ન હતી જેની જાણ તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજાને થતા તેઓ ખાનગી વાહન લઇને ઉપરોકત બંને શખ્સોની પાછળ ફિલ્મી ઢબે દોડ્યા હતા પીઆઇ રામાનુજ એ પણ પીછો કર્યો હતો બાદમાં ઉપરોકત શખ્સોને પોલીસથી બચી નહીં શકાય તેવું જણાતા પેટ્રોલ પંપ પાસે કાર રાખી સંતાયા હતા પરંતુ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:33 am IST)