Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લગ્ન માટે હાલનાં સંજોગોમાં મંજુરીઆપવી યોગ્ય નથીઃ કલેકટર

બહારથી લોકો આવવાની આશંકાએ જાહેરનામું રદ કરાયું

જુનાગઢ તા. ર૪: લગ્ન માટે હાલના સંજોગોમાં મંજુરી આપવી યોગ્ય ન જણાતા જુનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ-કલેકટર ડો. સૌરભ પારધીએ લગ્ન અંગેનું જાહેરનામું રાત્રે રદ કર્યું છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ ર૦ વ્યકિતની મર્યાદામાં લગ્ન પ્રસંગ યોજવાની મંજુરી આપવા માટે ગઇકાલે સાંજે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું.

પરંતુ લગ્ન પ્રસંગમાં અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આવવાની સંભાવના હોય તેથી કોવિડ-૧૯ મહામારીની ગંભીરતાને ધ્યાને લઇ ડો. સૌરભ પારધીએ રાત્રે લગ્ન પ્રસંગ હાલનાં સંજોગોમાં મંજુરી આપવી યોગ્ય જણાતી ન હોય તેથી લગ્ન પ્રસંગ યોજવા મંજુરી આપવા માટેનું જાહેરનામું રાત્રે રદ કર્યું હતું.

જોકે આજથી જુનાગઢમાં સુથાર, પ્લમ્બર, કોમ્પ્યુટર રીપેરીંગ, ગેરેજ સવારે ૯ થી ૧ર સુધી ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવતા સવારથી વિવિધ ધમધમાટ જોવા મળી રહ્યો છે.

(11:32 am IST)