Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વાંકાનેર :સાંજે ચંદ્રદર્શન થતા જ મુસ્લિમ સમુદાયમાં વિધિવત પવિત્ર રમઝાન માસનો પ્રારંભ

 વાંકાનેર, તા. ર૪ : આજ સાંજે ચંદ્રદર્શન થતા જ મુસ્લિમ સમૂદાયમાં વિધિવત પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે. દર વર્ષે આ માસ દરમ્યાન રાત્રે તરાવીહની ખાસ નમાઝ દરેક મુસ્જિીદોમાં થતી હોય છે. ઉપરાંત રોઝાની ઇફતારી (ઉપવાસના પારણા) સમયે મસ્જીદોમાં ઇફતારીની વ્યવસ્થા નિયમિત થતી હોય છે, પરંતુ આ વેળા કોરોનાની વૈશ્વિક મહામારીનો સંક્રમણ સભરનો સમય ચાલી રહ્યો હોઇ, કોરોના ફેલાતો રોકવા સોશ્યલ ડીસ્ટન્સ સહિત લોકડાઉનની મર્યાદાઓનું ચૂસ્ત પાલન જ એક માત્ર સચોટ વિકલ્પ હોઇ, વાંકાનેર તાલુકાભરમાં રમઝાન દરમ્યાન મુસ્લિમો ઘરે જ ઇફતારી તથા નમાઝ-ઇબાદતો અદા કરશે.

વાંકાનેરની ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવા જે ટ્રસ્ટ સંચાલિત છે. રમઝાન માસ દરમ્યાન અહીં સ્થિત મિનારા મસ્જીદમાં રોઝાદારો ઇફતારી કે તરાવીહની નમાઝ અદા નહીં કરે પણ ઘેર જ અદા કરશે. જે અંગે નોટીસ બોર્ડમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

(11:28 am IST)