Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ભચાઉના મૃતક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ અંતિમવિધિ કોરોનાના દર્દીના પ્રોટોકોલ પ્રમાણે ભુજમાં કરાઇ

ભુજના ત્રણ યુવાનો શંકાસ્પદ, માધાપર, લખપતમાં કોરોના પોઝિટિવ કેસને પગલે ૧૧૪૫ ઘરો ૬૨૭૫ જણાનો ડોર ટુ ડોર સર્વે : હવે કેદીઓ - માછીમારોના રેન્ડમ સેમ્પલની તજવીજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : કચ્છ માટે થોડા રાહતના સમાચાર છે. ગઈકાલે ભચાઉના શંકાસ્પદ દર્દીના મોત બાદ સાંજે આરોગ્યતંત્રએ સ્પષ્ટતા કરી હતી કે તે મૃતકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો, બીજી સ્પષ્ટતા એ પણ કરી છે કે સવારે ગોટાળો વળી ગયો હતો અને મૃતક ૪૦ વર્ષનો યુવાન નહીં પણ ૬૫ વર્ષીય વૃદ્ઘ હતા અને તેનું નામ પોપટ કોળી હતું.

જોકે, આરોગ્યવિભાગ દ્વારા એ મૃતક વૃદ્ઘની અંતિમવિધિ તેમના ગામ ભચાઉ તા.ના નારાણસરીને બદલે ભુજ મધ્યે ખારી નદી સ્મશાનગૃહે કોરોના કોવિડ ૧૯ ની ગાઈડલાઈન પ્રમાણે કરાઈ હતી. દરમ્યાન માધાપરના સોની પરિણીતા નિધિબેનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ ગઈકાલે સાંજે નેગેટિવ આવતા થોડી રાહત થઈ છે, હવે ફાટી તેમનો બીજો રિપોર્ટ નેગેટિવ આવેઙ્ગ તો તેમને રજા આપી દેવાશે. જોકે, લખપતના કોરોના પોઝિટિવ રહિમાબેન જત માટે હજીયે મુશ્કેલી હોય તેમ તેમનું સેમ્પલ રિજેકટ થયું છે, હવે બીજું સેમ્પલ મોકલાયું છે.ઙ્ગ

ભુજના ત્રણ શંકાસ્પદ યુવાનોને કોરોના જેવા લક્ષણો લાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા છે. આ ત્રણ સહિત આજે કુલ ૧૦ સેમ્પલ લેબમાં મોકલાયા છે. તો, હવે ભુજની પાલારા જેલના કેદીઓ ઉપરાંત જખૌના માછીમારોના રેન્ડમ સેમ્પલ લઈ તપાસઙ્ગ અર્થે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

કોરોના પોઝિટિવ કેસને પગલે માધાપર અને લખપત મધ્યે સઘનપણે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. માધાપરમાં ૮ ટીમો દ્વારા ૮૨૭ ઘરો, ૪૦૭૯ વ્યકિતઓ અને લખપતમાં ૯ ટીમો દ્વારા ૩૧૮ ઘર, ૨૧૯૬ વ્યકિતઓનો સર્વે કરાયો છે.

(11:01 am IST)