Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોરબીમાં પ્રેમલગ્ન બાબતે ચાર શખ્શોએ પિતા-પુત્ર સહિતનાને માર માર્યો: ફરિયાદ

બે સતવારા પરિવારો વચ્ચે ઝઘડો: પ્રેમલગ્નનો ખાર રાખી માર માર્યો

 

મોરબીના શનાળા રોડ પર રહેતા બે સતવારા પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો પ્રેમલગ્ન બાબતનો ખાર રાખી ચાર શખ્શોએ પિતા અને પુત્ર સહિતનાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગોકુલનગરના રહેવાસી થોભણભાઈ દેવજીભાઈ કણઝારીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની દીકરી પ્રીતિ શાકભાજી લેવા ગઈ હોય ત્યારે શેરીમાં દિનેશ શામજીભાઈ અને તેનો દીકરો કિશન ગાડીમાંથી લીલો ચારો ઘરની છત પર ચડાવતા હોય નીચે ગાડી પાસે સતીશ અને તેના પિતા હંસરાજભાઈ ઉભા હતા અને ગાડી પાસેથી નીકળતા લીલા ચારાનો પૂરો મારી પર નાખ્યો જેથી બોલાચાલી થઇ હતી

ફરિયાદીના દીકરા ખોડીદાસે આરોપી દિનેશભાઈની દીકરી પ્રવિણા સાથે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખીને આરોપી દિનેશ શામજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, કિશન દિનેશ ડાભી અને સતીષ હંસરાજ ડાભી એમ ચાર શખ્શોએ ઝઘડો કરી મારામારી કરીને લોખંડ પાઈપ વડે ફરિયાદી થોભણભાઈ અને તેના દીકરા અને પત્ની સહિતનાને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(9:06 am IST)