Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના સામેના જંગમાં મોરબી જીલ્લાના તલાટી મંત્રીઓનું ૧.૭૫ લાખનું યોગદાન

પાંચેય તાલુકાના તલાટી કમ મંત્રીઓએ એક દિવસનો પગાર અર્પણ કર્યો

 

મોરબી : કોરોના મહામારી સામે સમગ્ર દેશ એકજુટ થઈને લડત ચલાવી રહ્યો છે અને સૌ કોઈ યથાશક્તિ આર્થિક અનુદાન આપીને સરકારને કોરોના સામેના જંગમાં નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે મોરબી જીલ્લાના તલાટી મંત્રીઓએ .૭૫ લાખનું યોગદાન આપ્યું છે

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ૫૫,૦૮૨ હળવદ તાલુકામાંથી રૂ ૪૯,૨૦૬ માળીયા તાલુકામાંથી ૧૮,૫૯૪ વાંકાનેર તાલુકામાંથી ૩૨,૯૮૨ અને ટંકારા તાલુકામાંથી ૧૯,૩૨૪ મળીને પાંચેય તાલુકાના તલાટી કમ મંત્રીઓએ એક દિવસનો પગાર અર્પણ કર્યો હતો જે ,૭૫,૧૮૮ નો ચેક જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઈ બોરસાણીયા, ઉપપ્રમુખ રવિભાઈ હુંબલ, મહામંત્રી ભાવેશભાઈ કાસુન્દ્રા, મનીષભાઈ ભોરણીયા દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને સોપવામાં આવ્યો હતો

(9:05 am IST)