Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોરબી જીલ્લામાં લોકડાઉન જાહેરનામાં ભંગ કરનાર વધુ ૭૬ સામે કાર્યવાહી

મોરબી જીલ્લા પોલીસ ટીમો લોકડાઉન જાહેરનામાં અમલવારી માટે સતત કાર્યરત છે અને જાહેરનામાં ભંગ કરનાર વધુ ૭૬ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસની ટીમો દ્વારા વિવિધ સ્થળે દુકાનો ખુલ્લી રાખી વેપાર કરનાર ૧૩ દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત ટોળું એકત્ર થયું હોય તેવા ૧૨ કેસો કરીને ૫૫ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે બિનજરૂરી અવરજવરના ૫ કેસો કરીને ૦૮ સામે કાર્યવાહી કરવામાં આવી છે લોકડાઉનમાં કુલ ૦૬ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ ૩૦ કેસો કરીને ૭૬ સામે કાર્યવાહી કરવામાં આવી છે

 

(12:40 am IST)