Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ભાવનગરમાં તંબાકુ -બીડીના કાળાબજાર કરનારા છ દુકાનોમાં પોલીસના દરોડા: 5 લાખનો મુદામાલ જપ્ત

લોકડાઉનનો ગેરલાભ ઉઠાવી તંબાકુ -બીડીના ત્રણ ગણા ભાવ વસુલતા પોલીસની તવાઈ

ભાવનગર  લોકડાઉનના સમયમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના વેચાણની છૂટ છે ત્યારે વ્યસનીઓ વ્યાકુળ બન્યા છે વ્યસનીઓની આ તલબનો ગેરલાભ લઈને ઘણા લોકો તંબાકુ -બીડીના કાળાબજાર કરતા હોવાની બૂમ વચ્ચે ભાવનગરમાં તામબકું બીડીના કાળાબજાર કરતા છ દુકાનોમાં પોલીસે દરોડો પાડીને પાંચ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તમ્બાકુ બીડીના ત્રણ ગણા ભાવ લેતા આ છ દુકાનોમાં પોલીસે દરોડો પાડીને માલ જપ્ત કર્યો છે

 

(12:17 am IST)