Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બે કલાક બાદ હરિબાપા આવ્યા ભાનમાં :પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી :કૌતુક :દેહત્યાગનો દાવો પોકળ

બાપાએ આંખો ખોલી :ઘટનાના સાક્ષી બનાવ છ હજાર લોકો ઉમટ્યા

જામનગર :જામનગર નજીકના જામવંથલી ગામ આજે છ હજાર જેટલા ભક્તો ઉમટયા હતા હરિભગતે આજે દેહત્યાગનો દાવો કર્યો હતો પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે બે કલાક બેભાન રહ્યાં બાદ હરીબાપા ભાનમાં આવ્યા હતા પોલીસ અને મેડિકલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હરીબાપાને 108માં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ડોક્ટરોએ તેમની તપાસ કરતા તેમણે આંખો ખોલી હતી હાલ ઘટના સ્થળે પહોંચીને પોલીસ સમગ્ર તપાસ કરી રહી છે. 

   જામનગર નજીકનું જામવંથલી ગામના હરિભક્ત એવા 77 વર્ષના હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આજે દેહત્યાગનો દાવો કર્યો છે. ભગવાન સ્વામીનારાયણ તેમને આજે સાંજે પાંચ વાગ્યે લેવા આવશે તેવો દાવો કરાતા હરિભક્તોમાં કૌતુક સર્જાયું છે. પરધામ ફૂલવાડી મંદિરમાં પાંચ દિવસથી ચાલતા મહોત્સવના સમાપન સમારોહમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ ઘટનાના સાક્ષી બનવા માટે વિસ્તારમાં લગભગ છ હજાર જેટલા લોકો ઉમટ્યા છે. જોકે પાંચ વાગ્યા સુધી બાપાને ભગવાન લેવા આવ્યા હોવાના કોઈ અણસાર નથી. 

   તેમના દાવા અંગે પોલીસને જાણ થતાં ઘટનાનું સત્ય જાણવા તપાસ હાથ ધરી છે. હરિલાલ ગામમાં જ આવેલા શ્રીકૃષ્ણનારાયણ ભગવાનના ફૂલવાડી મંદિરના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. જોકે આગાહી પ્રમાણે તેમને ભગવાન લેવા આવતા હોવાથી ટ્રસ્ટીપદેથી રાજીનામુ આપી દીધું છે. હરિલાલને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી છે. હરિલાલ છેલ્લા ગામના મંદિરમાં જ 21 વર્ષથી સેવા આપી રહ્યા છે.     અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષ્ણ વલલ્ભાચાર્યજીએ પોતાનાં જીવનમાં 16 મહત્વની ડિગ્રી મેળવી છે. કૃષ્ણ વલલ્ભાચાર્યજીનાં અંતિમ સંસ્કાર જુનાગઢ નજીક આવેલા એક ખેતરમાં કરવામાં આવ્યાં હતાં. હાલ જ્યાં તેઓનું મંદિર આવેલું છે. તેમનાં ભકતોએ કુંકાવાવ અને જામ વંથલીમાં પણ તેમનું મંદિર બનાવ્યું છે. પોતાને કૃષ્ણ વલલ્ભાચાર્યજી પરમધામમાંથી પોતાના રથમાં લેવા આવનાર હોવાનો દાવો કરનાર હરિબાપા જામ વંથલી મંદિરનાં ટ્રસ્ટી રહી ચૂકયાં છે.

 હરિબાપાને તપાસીને વધુ સારવાર અર્થે નજીક રહેલ જામનગરના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જો કે હરિબાપાએ માધ્યમો સાથે વાતચીત કરવાનો નનૈયો ભણ્યો હતો. પરંતુ આગામી સમયમાં જાણવા મળશે કે હરિબાપાએ આવી રીતે ધર્મ સાથે છેડછાડ શા માટે કરી હતી.

(8:18 pm IST)