Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જસદણ નગરપાલિકા ના પ્રમુખ-ઉપપ્રમુખે રાજીનામા આપતા ૩૦ એપ્રિલના રોજ ચૂ઼ટણી

જસદણ તા.૨૪: જસદણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી આગામી તા. ૩૦ ને સોમવાર ના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે. આ અંગે તંત્ર એ દરેક સભ્યોને જાણ કરી છે. તાજેતરમાં ભાજપ શાસીત નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખએ રાજીનામું આપતા આ ચૂંટણીની નોબત ફરીવાર આવી પડી છે. ત્રણમાસ પહેલા જસદણ નગરપાલિકાની ચૂંટણી યોજાય જેમાં પ્રજાએ ભાજપને સ્પષ્ટ જનાદેશ આપી ૨૮ માંથી ૨૩ સભ્યો ભાજપના ચૂ઼ટયા પરંતુ સતાની સાઠમારીને કારણે ત્રણ માસમાં એકપણ પ્રજાકીય કાર્યો થયા નથી? ત્યારે સોમવારે કોણ પ્રમુખ-ઉપપ્રમુખ બનશે? તે અંગે રાજકારણમાં અનેકવિધ ચર્ચા ચાલી રહી છે. જો કે જાણકારો આ બાબતે કહી રહ્યા છે કે કોઇપણ ને હોદો મળે પણ ભાજપનું શાસન લાંબુ એવો મત વ્યકત કર્યો છે.

આવનારા દિવસોમાં પ્રમુખ-ઉપપ્રમુખ કોણ હશે તે સમય જ બતાવશે.(૧.૭)

(11:47 am IST)