Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ધોરાજીના ખેડૂતો દ્વારા ટપક સિંચાઇ-ફુવારા પદ્ધતિના ખેતીના સામાનમાં ૧ર ટકા જીએસટીના વિરોધમાં ડે. કલેકટરને આવેદન

જીએસટી સરકાર ભોગવે : સમયસર અમલવારી નહિ થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે

ધોરાજી, તા. ર૪ : ધોરાજી સરકારના તઘલકી નિર્ણયથી ખેડૂતોને પડયા પર પાટુ જેવો હાલ. ભારત દેશ ખેતી પ્રધાન દેશ અને દેશમાં ૭૦% લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાએલા છે. દેશમાં ખેત ઉત્પાદન વધે અને પાણીની બચત થાય તેવા સુભહેતુથી સરકાર દ્વારા ટપક સિંચાઇ અને ફુવારાથી થતી ખેતીમાં ખેડૂતો ખેત ઉત્પાદન વધારે મળે અને પાણીની બચત થાય એ માટે રાજય સરકારે ૭૦% સબસીડી આપેલ. બાદમાં ખેતી બચાવો પાણી બચાવો પાણી હશે તો ખેતી આબાદ અને મોટી મોટી જાહેરાતોથી ખેડૂતોને સબસીડીની વાતો બાદ ટપક પદ્ધતિમાં અને ફુવારા પદ્ધતિના માલ સામનની કિંમત પર ૧ર%  જીએસટી નાખતા ખેડૂતો મોટો વિરોધ થયેલ છે એક તરફ ખેત ઉત્પાદનોના પોષણસક્ષમ ભાવ મળતા નથી પાણીની તંગી છે આવી પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિના સામાન પર જીએસટી ૧ર% ટેક નાખતા ખેડૂતો હેરાન થઇ ગયેલ છે અને સબસીડીની જંત્રી નીચી હોય અને ૧ર% જીએસટી અલગથી ભરવાનો હોવાથી ખેડૂતોને કુલ બીલની માત્ર ૪૦ ટકા જેટલી જ સબસીડી મળે અને આમા ખેડૂતોને ફાયદાને બદલે ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડે આવા નિયમોને કારણે ખેતીને નુકસાન થશે અને ખેડૂતો પાયમાલ તરફ વળશે.

આવા જીએસટી રાજય સરકારે ભોગવી ગુજરાતના ખેડૂતોનેને મદદરૂપ થવું જોઇએ જેથી ખેતી સમૃદ્ધ થઇ શકે એ માટે જીએસટીના વિરોધમાં ધોરાજીના ખેડૂતોએ ડે. કલેકટરને આવેદન આપી ટપક સિંચાઇ અને ફુવારા પદ્ધતિથી ખેડૂતોએ ડે. કલેકટરને આવેદન આપી ટપક સિંચાઇ અને ફુવારા પદ્ધતિથી ખેતીના સામનમાં ૧ર% જીએસટીનો વિરોધ કરેલ હતો જેમાં ખેડૂતોએ વિરોધ દશાવેલ અને આવનારા સમયમાં આની અમલવારી નહીં થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.

(11:46 am IST)