Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વિંછીયા નજીક ચોટીલાના ધારાસભ્યને ધમકી આપવા અંગે ગુનો નોંધાયો

જસદણ તા. ર૪ :.. ચોટીલાના કોંગી ધારાસભ્યની ગાડી વિંછીયા નજીક રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચોટીલાના કોંગી ધારાસભ્ય ઋત્વીકભાઇ લવજીભાઇ મકવાણાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ તા. ૧૪-૪-૧૮ ના રોજ પરિવાર સાથે વિંછીયા નજીકની એક શાળાના કાર્યક્રમમાં  હાજરી આપીને પરત ચોટીલા જઇ રહ્યા હતા ત્યારે મોટા દડમનીયા ગામ નજીક મંગળુભાઇ જગુભાઇ સોનારાએ તેમની ગાડી આડે મોટર સાયકલ નાખી ગાડી રોકીને ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુ તપાસ વિંછીયા પીએસઆઇ એસ. એમ. વસાવા ચલાવી રહ્યા છે.

(11:40 am IST)