Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

તળાજાના જીનીંગોને બેંકમાંથી જોઇતા નાણા ન મળતા તકલીફ

ભાવનગર તા.૨૪: તળાજા પંથક આર્થિક રીતે ખેત પેદાશો પર નિર્ભર વધારે છે. જીનિંગ ઉદ્યોગ અહીં કપાસના મબલખ ઉત્પાનને લઇ ધમધમે છે. પરંતુ સરકારની કેશલેશ રાષ્ટ્રની નીતી અને બેંકોમાં રોકડા નાણાની અછતના કારણે જીનીંગ એકમોના સંચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે બેંકો જોઇતા પૂરતા નાણા આપે તેવી માગ છે.

તમારે જયાં ફરિયાદ કરવી ત્યાકરો, તમારા ખાતામાં ભલે ગમે તેટલા રૂપિયા રહ્યા, જોઇતોલો લાખ-બે લાખ મળશે. ચાલીસ લાખની જરૂરીયાત સામે બેંકમાંથી લાખ-બે લાખ રૂપિયા રોકડા મળે છે! આપડા રૂપિયા આપણને મળતા નથી. છતે નાણે પરેશાની ભોગવવી પડે છે.

ઉપરોકત વાકપોની હૈયા વરાળ છે. તળાજા જીનીંગ એસો.ના પ્રમુખ મધુભાઇ ભાદરકાનની છેલ્લા બે  ત્રણ માસથી બેંકો તરફથી જોઇતા પુરતા રોકડા નાણા મળતા નથી.

તળાજામાં ૨૮ જેટલા જીનીંગ એ કમોકાર્યરત છે ખેડૂતો પોતાનો કપાસ જીનીંગ એકસમોમાં લાવેત્યારે રોકડા રૂપિયાની માગણી કરે છે. પરંતૂ બેક  તરફથી અપૂરતા નાણા મળતા હોઇ ભારે મૂશ્કેલીનો જીનીંગ ઉદ્યોગપતીઓને સામનો કરવો પડે છે.

તળાજા સ્થિત એસ.બી.આઇ. બેંકના મેનેજર પંચોલીએ જણાવ્યુ હતુ કે નાણાની અછત છે પણ ભાવનગર, અમદાવાદ, જેવા મોટા શહેરો કરતા ઓછી છે. એટીએમ મા નાણા ખુંટવા દિધા નથી તેવો દાવો કર્યો હતો. જોકે બપોરના સુમારે આજે એટીએમ ભાનાણા ન હોઇ ગ્રાહકો નાણા મેળવ્યા વગર નિરાશ થઇને પાછા વળતા જોવા મળ્યા હતા.

જીનીંગ ઉદ્યોગપતીઓને પૂરતા નાણા ન મળતા હોવાની વાત તેઓએ સ્વીકારી કહ્યુ હતુ કે તેઓને લાખો રૂપિયાની કેશ લેવડ-દેવડ હોય છે. આથી એક મોટા ગ્રાહકોને સાચવવાના બદલે નાના અનેક ગ્રાહકોને સંતોષ થાય તેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાણાની અછત લાંબો સમય નહીં રહે તેમ જણાવ્યુ હતુ.

(11:37 am IST)