Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મોટા દડવામાં મકાનમાં દારૂની ૩૧ બોટલ સાથે વિપુલ પકડાયો

જસદણ તા. ર૪ :.. જસદણ નજીકના મોટા દડવા ગામેથી રાજકોટ એલસીબીએ ૩૧ નંગ ઇગ્લીશ દારૂ ઝડપી લીધો હતો.

રાજકોટ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ બાબુભા જાડેજા સહિતના સ્ટાફે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે દેવીપૂજક વાસમાં રહેણાંકના મકાનમાં દરોડો પાડીને મકાનમાં દિવાલના ખુણામાં સીમેન્ટની થેલીમાં છૂપાવેલા વ્હીસ્કીની ૩૧ નંગ બોટલ કિંમત રૂપિયા ૪૬પ૦ ની જપ્ત કરી હતી. તેમજ મકાન માલીક વિપુલ સવાભાઇ સોલંકી દેવીપૂજક (ઉ.ર૩) ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો કયાંથી આવ્યો ? કોણ કોણ સંડોવાયેલુ છે ? વગેરે દિશામાં આટકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:35 am IST)