Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી

ભાવનગર તા.૨૪: ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી ઉઠતા ભારે નુકશાન થયુ હતું. ફાયરબ્રિગેડના સ્ટાફે ચાર ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગતો મુજબ શહેરનાં કંુભારવાડા પાસે ચિત્રા જીઆઇડીસી વિશ્વકર્મા પ્લોટનં. ૧ માં આવેલ મુરાજભાઇ બાવદીનભાઇ ઇસાણીની માલીકીનાં પ્લાસ્ટીકના વેસ્ટના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં  ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટીકનો જથ્થો સળગી ગયો હતો. આગ ના ધુમાડા ઉંચે ઉંચે ફેલાયા હતા. જીઆઇડીસી વિસ્તારના લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી ચારગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

(11:33 am IST)