Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

જુનાગઢના ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચાના બંગલે બેઠા ગરબા

જુનાગઢ : બુધવારથી ચૈત્રી નોરતાના પ્રારંભ થયો  છે.ત્‍યારે બીજા નોરતે જુનાગઢના ડેપ્‍યુટીમેયર ગિરીશભાઇ કોટેચાના ગિરનાર દરવાજા સ્‍થિત ગિરીરાજવીલા બંગલા ખાતે બેઠા ગરબા સાંજે ૬ થી ૮ યોજાયા હતા. જેમાં ગિરીશભાઇ કોટેચા તેમના ધર્મપત્‍ની શ્રીમતી ગીતાબેન કોટેચા તેમજ પુત્રવધુ ચાંદનીબેન પાર્થભાઇ કોટેચા, શ્રીમતી રેશ્‍માબેન વિપુલભાઇ કોટેચા સહિતના પરિવારજનો તેમજ સંજીવભાઇ મહેતા સહિતનાએ તબલા અને મંજીરા સાથે માના બેઠા ગરબા ગાય આરાધના કરી હતી. આ તકે જુનાગઢ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના ડી.એમ.સી.જયેશભાઇ વાજા, પ્રફુલભાઇ કનેરીયા તથા જનકભાઇ ટીલાવત, દિપલ રૂપારેલીયા તેમજ મહિલા મંડળના બહેનો ઉપસ્‍થિત રહયા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:47 pm IST)