Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પોરબંદરમાં જમીન પ્રશ્ને નાયબ કલેકટરનો બોગસ હુકમ આપીને ૩.૧પ લાખની છેતરપીંડી કરનાર ઝડપાયો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. જમીન રીગ્રાન્ટ કરાવી આપવા માટે નાયબ કલેકટરનો બોગસ હુકમ આપીને ટયુશન કલાસના સંચાલક સાથે ૩.૧પ લાખની છેતરપીંડી કરનાર અને પોતાને પત્રકાર તરીકે ખોટી ઓળખ આપનાર ભાર્ગવ સુરેશચંદ્ર જોષીને પોલીસે પકડીને તેમની સામે ગુન્હો નોંધ્યો છે.

એ. કે. શીંગરખનગરમાં રહેતા મુળ વિસાવાડાની વતની અને ટયુશન કલાસ ચલાવતાં દીપકભાઇ ચનાભાઇ શીંગરખીયા સાથે જમીન રીગ્રાન્ટ કરાવી દેવાના બહાને રૃા. ૩.૧પ લાખની ઠગાઇ કરવા અને નાયબ કલેકટરનો બોગસ હુકમ આપવા અંગે છાયાના નવાપરામાં બાલક્રિષ્ન સોસાયટીમાં રહેતા અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા ભાર્ગવ સુરેશચંદ્ર જોષની પોલીસે ધરપકડ કરી હતી.

ટયુશન કલાસ સંચાલક દીપકભાઇએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં એવું જણાવ્યું હતું કે, વિસાવાડા ખાતે આવેલી જમીન અંગે તેના પિતા ચનાભાઇ ઘેલાભાઇ શીંગરખીયાએ જુનાગઢની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં સૂથળ તપાસ કરીને નવેસરથી નિર્ણય લેવા નાયબ કલેકટર પોરબંદર પર રીમાઇન્ડર કરવાનું અને જમીન રીગ્રાન્ટ કરવાનો હુકમ થયો હતો. આ હુકમ અન્વયે તેણે જેમન રીગ્રાન્ટ કરવાનું કામ ભાર્વભ જોષીને સુપ્રત કર્યુ હતું. તે પેટે રૃા. ૪.૧પ લાખ આપ્યા હતાં. બાદમાં રૃા. એક લાખ ભાર્ગવે પરત કર્યા હતાં. તેની પાસે જમીન રીગ્રાન્ટ અંગેની વિગતો માગતા પોરબંદરના નાયબ કલેકટરને હુકમ આપ્યો હતો. તેની તપાસ કરતા એ હુકમ ખોટો હોવાનું જાણવા મળ્યંુ હતું. ભાર્ગવ પાસે પૈસાની ઉઘરાણી કરતાં  પત્રકાર છુ હવે મારી પાસે પૈસા માગતો નહી તેવા પ્રકારની ધમકી આપી હતી. આ ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધીને ભાર્ગવ જોષીની ધરપકડ કરી હતી.

 

(1:13 pm IST)