Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વિસાવદરમાં સંગીતના સાધક નવયુવાન ધીરજ ઘાવરીનુ હૃદયરોગના હુમલાથી અવસાન

લગ્નની તૈયારીઓ ચાલતી હતી અને અકાળે નિધનથી ઘેરો શોક

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૪: વિસાવદરમા સંગીતના સાધક તરીકે જાણીતા તબલચી ધીરજ મગનલાલ ઘાવરી (ઉ.વ.૨૯)નુ હૃદયરોગના હુમલાથી આકસ્‍મિક અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઈ છે. ધીરજ ઘાવરી સંગીતનો સાધક જીવ, તબલચી એક દાયકાથી, માતા, ૩ બહેનો, ૨ ભાઈના પરિવારમા ધીરજના લગનની તૈયારીઓ ચાલતી હતી,પરિવાર ખુશખુશાલ અને આનંદ કિલ્લોલ કરતો હતો એવા સમયે જ ધીરજનુ હૃદયરોગના હુમલાથી આકસ્‍મિક નિધન થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.

(1:05 pm IST)