Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મોટી પાનેલીમાં રવીવારે નેત્ર નિદાન કેમ્‍પ

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા)મોટી પાનેલી તા. ૨૪ : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્‍પિટલ રાજકોટમાં અત્‍યાધુનિક ઉનાળાની સીઝનમાં કોલ્‍ડ ઠંડા ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્‌ટ ફોલડેબલ લેન્‍સ નેત્રમણી સાથે વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

ઓપરેશન થયા બાદ દર્દી ભગવાનને કેમ્‍પના સ્‍થળે પરત મૂકવાની વ્‍યવસ્‍થા હોસ્‍પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી ભગવાનને રહેવા જમવા શુદ્ધ ઘી નો શીરો ચા પાણી નાસ્‍તો ચશ્‍મા દવા ટીપા તથા ધાબળા (બ્‍લેન્‍કેટ) વગેરે મફત આપવામાં આવશે.

નેત્ર નિદાન કેમ્‍પ તા. ૨૬ને રવીવારે સવારે ૯:૩૦ થી બપોરના ૧૨:૩૦ કલાક સુધી શ્રી લોહાણા મહાજન વાડી મોટી પાનેલી  આતે યોજાશે. વિનામૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પનો લાભ લેવા પ્રફુલભાઈ શિંગાળા- ૭૦૧૬૦૮૮૭૪૪ તથા પ્રફુલભાઈ દાવડા- ૯૯૭૯૪૪૧૮૨૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(10:11 am IST)