Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના માટે સાંસદ વિનોદ ચાવડાએ ફાળવી એક કરોડની ગ્રાન્ટ- મોરબી માળીયા સહિત કચ્છના દસ તાલુકા, ૬ શહેરોમાં વાપરવા અનુરોધ

(ભુજ) મોરબી, માળીયા અને કચ્છના પોતાના સંસદીય ક્ષેત્ર માટે હંમેશાં જાગૃત રહેતા યુવા સાંસદ વિનોદ ચાવડાએ આ વખતે કોરોનાની આપત્તિ માટે પહેલ કરી છે. મોરબી, માળીયા વિસ્તાર માટે ૧૦ લાખ ઉપરાંત કચ્છના દસ તાલુકા અને ૬ શહેરો એ તમામ ૧૬ સ્થળોએ કુલ ૯૦ લાખ કોરોના રોકવા માટે ફાળવ્યા છે. આ રકમ કોરોના સામે આમ જનતા માટે માસ્ક, સેનિટાઈઝર ઉપરાંત પર્સનલ ઈકવિપમેન્ટ ખરીદવા વહીવટીતંત્રને ફાળવી છે. સાંસદ વિનોદ ચાવડાએ પોતાની એમપી ગ્રાન્ટની રકમ ફાળવતો પત્ર કચ્છ અને મોરબી જિલ્લા કલેકટરને પાઠવ્યો છે.

(1:26 pm IST)