Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

જુનાગઢ જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ પાનના ધંધાર્થીઓ સામે ફરીયાદ દાખલ

જુનાગઢ તા. ર૪ : જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને નાથવા આવશ્યક ચીજ વસ્તુ સિવાય અન્ય કોઇ દુકાનો ન ખોલવા જાહેરનામા દ્વારા પ્રતિબંધાત્મક હુકમો કર્યો હતા.

આ હુકમોની કડક અમલવારી કરવા જુનાગઢ રેન્જ ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંહ સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસાની ટીમો જાહેરનામાની અમલવારી માટે કડક ચેકીંગ કરી રહી હતી.

ચેકીંગ દરમિયાન ઝાંઝરડા ચોકડીથી આગળ મેલડી માતાના મંદિર પાસે શુભમ ડીલક્ષ પાનની દુકાનના માલીકે સંજયભાઇ ભુરાભાઇ ખુમાણીયા અડધુ શટર ખુલ્લુ રાખી પાનનું વેચાણ કરતા તેમજ જયારે અન્ય જગ્યાએ મોતીબાગ પાસે એકસીસ બેંકની બાજુમાં લક્ષ્મી પાનની દુકાનના માલિક પાર્થભાઇ વિનુભાઇ ટેકચંદાણી પાનનો ધંધો ચાલુ રાખી વેપાર કરતા હોય બંને દુકાનદાર સામે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાની ભંગદ બદલ કલમ ૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરમાં પીએસઆઇ ડી.જી.બડવા પો.કો.કરણસિંહ દેવાભાઇ પો.કો.કનકસિંહ રેવનુભાઇ પો.સબ ઈન્સ એનેકે.વાજા, પો.કોન્સ રવિન્દ્રભાઇ હમીરભાઇ તથા પો.કોન્સ. ભગવાનજીભાઇ ભીખાભાઇ રોકાયા હતા.

(12:50 pm IST)