Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ચોરવાડમાં બંધ પડેલ મરઘા ઉછેર કેન્દ્રમાં પત્તા ટીચતા ૪ શખ્સો ઝડપાયા

મોટર સાયકલ રીક્ષા સહિત ૧ર લાખનો મુદામાલ કબ્જે લેવાયો

જુનાગઢ તા. ર૪ :..  જુનાગઢ રેન્જ ડીઆઇજી પી. સા. મનિન્દર પવારની સુચનાથી રેન્જમાં દારૂ - જુગારના બુટલેગરો ઉપર કડક હાથે કામ લેવા સુચના મળતાં રેન્જ સાયબર ક્રાઇમ સેલના પો. સ. ઇ. પી. જે. રામાણી તથા સ્ટાફના જે. પી. મેતા, ગીરૂભા, સંજયભાઇ પ્રવિણસિંહ, મુકેશભાઇ, રોહિતસિંહ વાળા, મયુરભાઇ, ભુમિતભાઇ, ભરતભાઇ, ભુપતસિંહ, પદુભા, સાગરભાઇ વિ. સ્ટાફને હકિકત મળેલ કે, ચોરવાડ બંદર રોડ નજીક સ્મશાન પાસે અશોક કરશન ચુડાસમા કોળી રહે. ચોરવાડ વાળો દેવસી કારા ચુડાસમાના બંધ પડેલ મરઘા ઉછેર કેન્દ્રમાં  પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવે છે.

આથી ત્યાં જૂગાર અંગે રેઇડ કરતા ત્રણ ફિલ્ડમાં હાજર વર્લીનો જૂગાર રમાડતાં અશોકના માણસો (૧) ભરત લખમણ પંડીત કોળી રહે. ચોરવાડ (ર) અશોક મેરામણ વાઢેર કોળી રહે. ચોરવાડ (૩) મિતેશ મનસુખ તેજાણી રહે. સુપાસી (૪) મુસ્તાક મહમદશા બાનવા ફકીર રહે. સીડોકર (પ) હનીફ ઇબ્રાહીમ ઘાંચી રહે. માંગરોળ વાળાઓ વિગેરે કુલ ૩૯ માણસો તથ નાસી જનાર ફારૂક પીડપીડ તથા કાદર પીડપીડ રહે. બન્ને માંગરોળ એમ કુલ ૪૧ માણસો રોકડ રકમ રૂ. ૪,૭૧,૪૮૦ તથા મો. સા. નંગ-ર૪ કિ. રૂ. પ,પપ,૦૦૦ તથા પીયાગો રીક્ષા એક કિ. રૂ. ૮૦,૦૦૦ તથા મો. ફોન નંગ ૪૪ કિ. રૂ. ૧,પ૪,ર૦૦ તથા રેકઝીનના બેનર તથ જૂગાર રમવાના સાહિત્ય સાથે કુલ રૂ. ૧ર,૬૦,૬૮૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. ઉપરોકત તમામ માણસો વિરૂધ્ધ ચોરવાડ પો. સ્ટે. માં જુગાર ધારા કલમ ૪, પ, મુજબ ફરીયાદ રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:44 pm IST)