Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ભુજઃ માસુમ પુત્રને ગળે ટુંપો દઇ હત્યાના ગુનામાં પકડાયેલ સાવકી માતાને જનમટીપ

ભુજ,તા.૨૪: પોતાના ૭ વર્ષના સાવકા માસુમ પુત્રને મારી નાખનાર હત્યારી માતાને ભુજની કોર્ટે જન્મટીપની સજા સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

નવેમ્બર ૨૦૧૬ માં પાંનધ્રો વર્મા નગર મધ્યે ૭ વર્ષીય ઝહીરની હત્યા તેની સાવકીમા રોશનબેન અલ્તાફ નોતીયારે ગળે ટૂંપો દઈને કરી હોવાની અને આ કામમાં તેમને મૃતક બાળકના પિતા અને રોશનબેનના પતિ એવા અલ્તાફ દ્વારા મદદ કરાઈ હોવાનો ગુનો નારાયણસરોવર પોલીસની તપાસમાં બહાર આવ્યો હતો.

આ કેસ ભુજ કોર્ટના અધિક સેશન્સ જજ આર.વી. મંદાણીએ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે રોશનબેનને તેમના આ ઘૃણાસ્પદ કૃત્ય બદલ જવાબદાર ઠેરવીને જન્મટીપની સજા સાથે ૧૦ હજાર રૂપિયા દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ ગુનામાં મદદગારી કરનાર મૃતક બાળક ઝહીરના સગા પિતા અલ્તાફને શકનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ પણ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ પી.વી. વાણીયાએ દલીલો કરી હતી.

(12:09 pm IST)